ગુજરાત પ્રવાસે આવેલા અમિત શાહે સોમનાથમાં ભગવાન હનુમાનની વિશાળ મૂર્તિનું કર્યું અનાવરણ, કરો અહીં દર્શન
ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી.
સોમનાથ: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતના પ્રવાસે છે. શાહે અમરેલીમાં જલ સહકારી સંમેલનમાં હાજરી આપી હતી. આ દરમિયાન તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેઓ સોમનાથ પહોંચ્યા હતા. અમિત શાહે સોમનાથ મંદિરે પહોંચીને પૂજા અર્ચના કરી હતી. ગૃહમંત્રી અમિત શાહે આજે સોમનાથમાં ભગવાન હનુમાનની 16 ફૂટ ઊંચી પ્રતિમાનું પણ અનાવરણ કર્યું. તેમજ સમુદ્ર દર્શન પથ પર 202 મારુતિ હાટની દુકાનોનું ઉદ્ઘાટન થયું હતું.
ગૃહમંત્રીએ મહાદેવ સમક્ષ ગંગાજળનો જળાભિષેક અર્પણ કર્યા બાદ પૂજન અર્ચન કરી ધન્યતા અનુભવી હતી. પૂજારીઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી ગૃહમંત્રીના હસ્તે સોમેશ્વર મહાપૂજા તેમજ ધ્વજાપૂજા કરાવવામાં આવી હતી. કેન્દ્રીય ગૃહ મંત્રીએ ધ્વજારોપણ કરી ધન્યતા અનુભવી હતી તેમજ સોમનાથ જ્યોતિર્લિંગ સમક્ષ નિત્યમહારૂદ્ર પાઠનો સંકલ્પ કર્યો હતો.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube