અતુલ તિવારી/અમદાવાદ: આજે જન્માષ્ટમીએ ગુજરાતના અનેક કૃષ્ણ મંદિરોમાં ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આજે ગુજરાતની મુલાકાતે છે. આજે બપોરે તેમણે કલોલમાં વૃક્ષારોપણ કરીને સૌને જન્માષ્ટમીની શુભેચ્છા પાઠવી હતી અને અમિત શાહ આજે રાત્રે અમદાવાદના ઇસ્કોન મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન કરશે અને જન્માષ્ટમીની ઉજવણીમાં ભાગ લેશે. બીજી બાજુ ઇસ્કોન મંદિર ખાતે ભગવાન કૃષ્ણના ભક્તોની ભારેભીડ જોવા મળી રહી છે. જન્માષ્ટમી પર્વ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજરોજ જન્માષ્ટમીનો તહેવાર ગૃહમંત્રી અમિત શાહ પોતાના પરિવાર સાથે ઇસ્કોન મંદિરમાં ઉજવશે. અમિત શાહ આજે રાત્રે 11:30 કલાકે અમદાવાદના ઇસ્કોન મંદિર ખાતે ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરશે. જેના માટે ઇસ્કોન મંદિર ખાતે સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરવામાં આવ્યો છે.


ઇસ્કોન મંદિરમાં કૃષ્ણજન્મોત્સવનો કાર્યક્રમ
- ઇસ્કોન મંદિર ખાતે તુલસી આરતી 6 વાગે
- સંધ્યા આરતી 6.30 વાગે કરાશે
- મહાઅભિષેક 11.30 વાગે કરાશે
- ગૃહમંત્રી અમિત શાહ 11.30 વાગે ઇસ્કોન મંદિર પહોંચશે
- કૃષ્ણ જન્મ બાદ ભગવાનની મહાઆરતી કરાશે.
- ભગવાનના વિશેષ વાઘા વૃંદાવનથી લાવવામાં આવ્યા છે.
- 300 કિલો ફૂલથી ગર્ભગૃહમાં શણગાર કરાયો છે. 
- આજના દિવસે 1008 જેટલી અલગ અલગ વાનગીઓનો ભોગ ધરાવાય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube