રંગેચંગે શક્તિ પ્રદર્શન કરીને અમિત શાહ ઉમેદવારી પત્ર ભરશે
પાર્ટી માટે વડીલ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપીને ભાજપે ગાંધીનગર બેઠક અમિત શાહને ફાળવી છે. ત્યારે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચે ઉમેદવારી પત્ર ભરશે. જેના માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહના ફોર્મ ભરવાના કાર્યક્રમને શક્તિ પ્રદર્શન બનાવવા પ્રદેશ ભાજપના નેતાઓ કામે લાગ્યા છે. સમગ્ર દેશમાં ફોર્મ ભરતા સમયે ભીડ ભેગી ન થઈ હોય તે પ્રકારનો માહોલ ઉભો કરાશે, જેથી કરીને ચૂંટણી પહેલા જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપી શકાય તેવું ભાજપના સૂત્રોએ જણાવ્યું.
બ્રિજેશ દોશી/અમદાવાદ :પાર્ટી માટે વડીલ ગણાતા એવા લાલકૃષ્ણ અડવાણીનું પત્તુ કાપીને ભાજપે ગાંધીનગર બેઠક અમિત શાહને ફાળવી છે. ત્યારે ભાજપ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ 30 માર્ચે ઉમેદવારી પત્ર ભરશે. જેના માટે ભાજપ દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. અમિત શાહના ફોર્મ ભરવાના કાર્યક્રમને શક્તિ પ્રદર્શન બનાવવા પ્રદેશ ભાજપના નેતાઓ કામે લાગ્યા છે. સમગ્ર દેશમાં ફોર્મ ભરતા સમયે ભીડ ભેગી ન થઈ હોય તે પ્રકારનો માહોલ ઉભો કરાશે, જેથી કરીને ચૂંટણી પહેલા જ વિરોધીઓને જડબાતોડ જવાબ આપી શકાય તેવું ભાજપના સૂત્રોએ જણાવ્યું.
ભવ્ય રેલીનું આયોજન
અમિત શાહની ઉમેદવારીને ભવ્ય બનાવવા માટે રોડ શોનું આયોજન કરાયું છે, જેમાં 50 હજારથી વધુ લોકો રોડ શોમાં જોડાશે. આમ, ભાજપા અધ્યક્ષ પોતાની જૂની વિધાનસભાથી શરૂઆત કરશે. સરદાર પટેલના બાવલા પર પુષ્પાંજલિ કરીને અમિત શાહ રોડ શોનો પ્રારંભ કરશે. ત્યાંથી સરદાર પટેલના બાવલાથી નારણપુરા ચાર રસ્તાથી અંકુર ચાર રસ્તા, પલ્લવ ચાર રસ્તા, શાસ્ત્રીનગર, પ્રભાત ચોક, સરદાર ચોક ઘાટલોડિયા સુધી રોડ શો થશે. ત્યાંથી અમિત શાહ ટેકેદારો સાથે ગાંધીનગર ઉમેદભારી ભરવા માટે પહોંચશે
ગાંધીનગર પથિક આશ્રમથી રેલી દ્વારા તેઓ કલેક્ટર કચેરી પહોંચશે. આ પ્રસંગે અમિત શાહ સાથે રાષ્ટ્રીય નેતાઓ પણ હાજર રહે તેવું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી સહિત સમગ્ર મંત્રીમંડળ હાજર રહેશે.