ગાંધીનગર લોકસભા પરિણામ : લીડમાં તો અમિત શાહે અડવાણીનો પણ રેકોર્ડ તોડ્યો
ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા.
અમદાવાદ :ગાંધીનગર બેઠક ભાજપ અને કોંગ્રેસ બંને માટે પ્રતિષ્ઠાની દાવ સમાન બેઠક ગણાય છે. આ એ જ બેઠક છે, જેમાં ભાજપે પીઢ નેતા લાલકૃષ્ણ અડવાણીને હટાવીને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહને ટિકીટ આપી હતી. અમિત શાહ પહેલીવાર લોકસભાનું ઈલેક્શન લડી રહ્યા હતા. ત્યારે તેમના માટે આ સીટ જાળવવા કરતા લાલકૃષ્ણ અડવાણીની લીડ જાળવવી વધુ ચેલેન્જિંગ હતી. ત્યારે અમિત શાહે ગાંધીનગર બેઠક પર કોંગ્રેસનો સફાયો કર્યો છે. અમિત શાહને 894624 મતો જ્યારે સી જે ચાવડાને 337610 મતો મળ્યાં. અમિત શાહ 557014ની જંગી લીડથી ચૂંટણી જીતી ગયાં.
Gujarat Election Result Live : આજે આતુરતાનો આવશે અંત, 26 બેઠકો પરથી સૌથી ઝડપી અપડેટ જુઓ અહીં
જુઓ વિગતવાર પરિણામ...
Gujarat-Gandhinagar | ||||||||
Results | ||||||||
O.S.N. | Candidate | Party | EVM Votes | Postal Votes | Total Votes | % of Votes | ||
1 | AMIT SHAH | Bharatiya Janata Party | 889925 | 4699 | 894624 | 69.67 | ||
2 | Dr. C. J. CHAVDA | Indian National Congress | 334082 | 3528 | 337610 | 26.29 | ||
3 | JAYENDRA KARSHANBHAI RATHOD | Bahujan Samaj Party | 6335 | 65 | 6400 | 0.5 | ||
4 | CHANDRAPAL HASMUKH BAVJIBHAI | Peoples Party of India (Democratic) | 1434 | 4 | 1438 | 0.11 | ||
5 | NARENDRABHAI REVASHANKAR TRIVEDI | Jan Satya Path Party | 880 | 8 | 888 | 0.07 | ||
6 | PATEL AMARISH JASVANTLAL (C. A.) | Hindusthan Nirman Dal | 1718 | 23 | 1741 | 0.14 | ||
7 | BHOGILAL J. RATHOD (ADVOCATE) | Bahujan Mukti Party | 1470 | 20 | 1490 | 0.12 | ||
8 | MAKVANA PRAKASHBHAI BAHECHARJI (HITUBHA) | Garvi Gujarat Party | 1454 | 17 | 1471 | 0.11 | ||
9 | RAHUL CHIMANBHAI MEHTA | Right to Recall Party | 1089 | 8 | 1097 | 0.09 | ||
10 | Dr. N. T. SENGAL | Bahujan Suraksha Dal | 734 | 9 | 743 | 0.06 | ||
11 | KHODABHAI LALAJIBHAI DESAI | Independent | 687 | 8 | 695 | 0.05 | ||
12 | PATHAN FIROZKHAN SAEEDKHAN | Independent | 860 | 2 | 862 | 0.07 | ||
13 | MAKWANA ANILKUMAR SOMABHAI | Independent | 1686 | 5 | 1691 | 0.13 | ||
14 | MAHENDRABHAI SOMABHAI PATNI | Independent | 1557 | 2 | 1559 | 0.12 | ||
15 | RATHOD VALJIBHAI BECHARBHAI | Independent | 2661 | 3 | 2664 | 0.21 | ||
16 | VORA ALIMAHMAD RAJABHAI | Independent | 9006 | 2 | 9008 | 0.7 | ||
17 | SHEKH SHAHINBANU MOLANA MUSTAK | Independent | 5891 | 4 | 5895 | 0.46 | ||
18 | NOTA | None of the Above | 13984 | 230 | 14214 | 1.11 | ||
Total | 1275453 | 8637 | 1284090 |
અમિત શાહે ગત વર્ષનો અડવાણીનો રેકોર્ડ તોડ્યો
અમિત શાહે આ બેઠક પર 874325 મત મેળવ્યા છે, તો કોંગ્રેસના ઉમેદવાર સી.જે. ચાવડાએ 330901 મત મેળવ્યા છે. તો 2014ની લોકસભા બેઠકના પરિણામ પર નજર કરીએ તો, ગાંધીનગર બેઠક પરથી એલ.કે.અડવાણી કોંગ્રેસના કીરિટ પટેલ સામે 483,121 લીડથી જીત્યા હતા. તો 2009માં અડવાણી કોંગ્રેસના સુરેશ પટેલ સામે 31229 લીડથી જીત્યા હતા. એ પહેલા 2004માં કોંગ્રેસના ગાભાજી ઠાકોર સામે 298982 લીડથી જીત્યા હતા. જોકે, ગાંધીનગરની બેઠક પહેલેથી જ ભાજપનો ગઢ રહ્યો છે. પરંતુ ગાંધીનગર પાટીદારોનો ગઢ પણ કહેવાય છે. ત્યારે પાટીદાર આંદોલન બાદ આ બેઠક પર લીડ કપાશે તેવી શક્યતાઓ હતી. પરંતુ ગાંધીનગરના લોકોએ જંગી લીડથી અમિત શાહને જીતાવ્યા છે. આ બેઠક પર અડવાણીને ભલે સાઈડટ્રેક કરાયા હોય, પણ અમિત શાહે તેમના કરતા પણ વધુ લીડથી ગાંધીનગરમાં ભાજપને જીત અપાવી છે.
ગુજરાત લોકસભાની ચૂંટણીના લેટેસ્ટ અપડેટ્સ માટે જુઓ LIVE TV