અમદાવાદ : 29 ફેબ્રુઆરી, 2002નાં રોજ નરોડા પાટિયા નરસંહાર કેસમાં આરોપી ભાજપનાં પુર્વ મંત્રી માયા કોડનાનીને હાઇકોર્ટે મુક્ત કર્યો છે. આ મુદ્દે નિચલી કોર્ટે તેમને 28 વર્ષની સજા ફટકારી હતી. તેની વિરુદ્ધ હાઇકોર્ટમાં અપીલ કરતા તેમણે પોતાનો પક્ષ મુક્યો હતો કે તેઓ ત્યારે નરોડામાં હાજર જ નહોતા. આ સાથે જ નિચલી કોર્ટમાં ચાલી રહેલ એક અન્ય કેસમા નરોડા ગામમ મુદ્દે પણ તેમણે આ જ દલીલ આપી છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નરોડા ગામ મુદ્દે તેમની દલીલનાં સમર્થનમાં ભાજપ અધ્યક્ષ અમિત શાહ પણ સાક્ષી બન્યા હતા. અમિત શાહે આ મુદ્દે ગત્ત વર્ષે 18 સપ્ટેમ્બરે અમદાવાદની ખાસ એસઆઇટી કોર્ટમાં સાક્ષી આપતા કહ્યું કે, માયા કોડનાની 29 ફેબ્રુઆરી, 2002માં નરોડા ગામ ખાતે નહોતા. તેઓ સવારે 8.30 વાગ્યે વિધાનસભાની અંદર હતા. તેમણે કહ્યું કે, હું સવારે 9.30થી 9.45 વાગ્યા સુધી સિવિલ હોસ્પિટલમાં હતા, તે સમય મારી મુલાકાત ત્યાં માયાબહેન સાથે થઇ હતી. તે પહેલા કોડનાની પણ કહી ચુક્યા છે. 

નરોડામાં સવારે 8.30 વાગ્યાની આસપાસ તોફાનો થયા હોવાનું કહેવાય છે. આ મુદ્દે અમિત શાહ એટલા માટે સાક્ષી તરીકે રજુ કરવામાં આવ્યા કારણ કે તે સમયે તેઓ પણ અમદાવાદથી ભાજપનાં ધારાસભ્ય હતા. તે પહેલા કોડનાની નિર્દોષ સાબિત કરવા માટે પોતાનાં આવેદનમાં કહ્યું હતું કે, ઘટનાનાં દિવસે તેઓ વિધાનસભા બાદ સોલા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે આવેદનમાં દાવો કર્યો કે તે સમયે હોસ્પિટલમાં અમિત શાહ પણ હાજર હતા. ઉલ્લેખનીય છે કે, અમદાવાદમાં નરોડા ગામનો નરસંહાર 2002નાં 9 સૌથી મોટા સાંપ્રદાયીક તોફાનો પૈકીનો એક છે, જેની તપાસ એસઆઇટી કરતી હતી. આ તોફાનોમાં 11 લોકોનાં જીવ ગયા હતા. આ મુદ્દે કુલ 82 લોકો પર કેસ ચાલી રહ્યો છે.