Amul 53 હજાર કરોડના ટર્નઓવર સુધી પહોંચી તેમાં મહિલાનો મોટો ફાળો: અમિત શાહ
આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચી ગયા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર છે.
આણંદ : આજે અમુલ ડેરીની 75 વર્ષ પૂર્ણ થતા ઉજવણી કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આણંદ પહોંચી ગયા છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, રાજ્ય સહકાર મંત્રી જગદીશ પંચાલ પણ હાજર છે. આણંદની અમૂલ ડેરીમાં આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને રાજયનાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહી સરદાર પટેલ હોલનું ઉદધાટન કર્યું હતું>
કેન્દ્રીય સહકાર મંત્રીના હસ્તે પશુપાલક મહિલાઓનું, દૂધ મંડળીના પશુપાલક સભાસદો તથા 1 લાખ લીટર થી વધુ દૂધ જમા કરાવનાર પશુપાલકોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું એવા લોકોમાંથી છું જેનું બેંક એકાઉન્ટ ફક્ત સહકારી બેન્કમાં જ છે. મારા માટે સૌભાગ્ય અને આનંદની વાત છે કે મને સહકાર મંત્રી બનાવ્યો. સહકારથી સમૃદ્ધિના સંકલ્પ સાથે આ મંત્રાલય કામ કરશે. આત્મ નિર્ભર ભારત અને 5 ટ્રીલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવા માટે સહકાર વિભાગ કામ કરશે. મહિલા સશક્તિકરણ માટે કોઈ એક સંસ્થાએ સૌથી વધુ કામ કર્યું હોય તો એ અમુલ છે. 90% માહિલાઓને હમણાં એવોર્ડ આપવામાં આવ્યા હતા.
53 હજાર કરોડના ટર્નઓવર સુધી અમૂલ પહોંચી એમાં આ મહિલાઓનો મોટો ફાળો રહ્યો છે. ખેતીને આત્મ નિર્ભર બનાવવાનો સમય આવી ગયો છે. સહકાર ના માધ્યમથી ખેતી અને ખેડૂતોને અલગ રીતે જોવા પડશે. ઘણા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે પણ તેમની પાસે માર્કેટ નથી, યોગ્ય પ્લેટફોર્મ નથી. આપણી કોઈ સહકારી સંસ્થા આ કરી શકે તો તેનો લાભ ખેડૂતોને મળી શકે. મેં મારા મતક્ષેત્રમાં કેટલાક ખેડૂતો પાસે આ પ્રયોગ કરાવ્યો અને એના પરિણામ જોવા મળી રહ્યા છે.
અમુલના ચેરમેન રામસિંહ પરમારે સંબોધન કરતાં જણાવ્યું હતું કે અમુલની વાત આવે એટલે સરદાર પટેલ અને ત્રિભુવન કાકાને યાદ કરવા જ પડે. ત્રિભુવન કાકા સાથે મેં ડાયરેકટર તરીકે કામ કર્યું છે. તેમણે સરદાર સાહેબને પશુપાલકોને બચાવવા વિનંતી કરી અને દૂધ મંડળીની સ્થાપના કરી હતી. અત્યારે ખેડા-આણંદ માં 1200 દૂધ મંડળીઓ છે. રોજનું 33 લાખ લીટર દૂધ આવે છે. કોરોના કાળમાં અમુલ એક દિવસ પણ બંધ રહ્યું નથી. ગામડામાં કેસ હોય તો પણ ધ્યાન રાખીને દૂધ ઉત્પાદન ચાલુ રાખ્યું હતું.
GCMMF માં 53 કરોડનું ટર્નઓવર છે. અમુલ ગુજરાત સહિત 6 રાજ્યોમાં કામ કરે છે. 10 હજાર કરોડથી વધુના ટર્ન ઓવર પર કામ થઈ રહ્યું છે. લોકોને અમુલ પર વિશ્વાસ છે કે કોઈ ભેળસેળ નહીં થાય.
રીક્ષાચાલકો આક્રમક મૂડમાં, મિનિમમ ભાડું નહી વધે તો રાજ્યવ્યાપી હડતાળની તૈયારી
કેન્દ્રીય મંત્રી 1 નવેમ્બરના રોજ કુંડળ સ્વામીનારાયણ મંદિરમાં ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપશે. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આવવાના હોવાથી અહીં તૈયારીઓ પુર જોશમાં ચાલી રહી છે. આ પ્રસંગે 36 ફૂટ ઊંચી ભક્તેશ્વર મહાદેવજીની મૂર્તિનું ગૃહ પ્રધાન અમિત શાહ અને જ્ઞાનજીવનદાસજી સ્વામીના વરદહસ્તે સ્થાપન કરવામાં આવશે.
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ 1 નવેમ્બરના રોજ બોટાદ જિલ્લામાં અને બરવાળા નજીક આવેલું કુંડળ સ્વામિનારાયણ મંદિરના દર્શન કરશે. ગૃહ મંત્રી અમિત શાહ દ્વારા અહીં સત્સંગ શિબિરનું ઉદ્ઘાટન કરવામાં આવશે. સ્વામિનારાયણ ભગવાનની 30મી સત્સંગ સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube