અમદાવાદમાં અમિત શાહનો ભવ્ય રોડ શો, મોટી સંખ્યામાં ઉમટ્યા કાર્યકર્તા
ભાજપના રાષ્ટ્રી અધ્યક્ષ અમિત શાહ આજે સવારથી વણઝર ગામથી વસ્ત્રાપુર સુધી અમિત શાહ રોડ શો યોજી ચૂંટણી પ્રચારની સાથે સાથે જનસંપર્ક પણ કરશે.
અમદાવાદ: આજે ભાજપનો 39મો સ્થાપના દિવસ છે જેને લઇ ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ દ્વારા અમદાવાદમાં વેજલપુર અને સાબરમતી વિધાનસભા એમ બે બેઠકો પર રોડ શોનું આયોજન કરી ચૂંટણી પ્રચારનો આરંભ કરવામાં આવશે. ત્યારે અમિત શાહ દ્વારા વણઝાર ગામમાં શ્યામાપ્રસાદ મુખર્જીને પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરીને વણઝર ગામથી વસ્ત્રાપુર સુધીના રોડ શો શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે સાંજે 5.30 વાગ્યે સાબરમતી વિધાનસભા ખાતે બીજા રોડ શોની શરૂઆત કરવામાં આવશે.
લોકસભા ચૂંટણીના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...
અમિત શાહે સવારે 9:30 વાગે પહેરા રોડ શોની શરૂઆત કરી હતી. વેજલપુરથી નીકળતી રેલીનું 30 અલગ અલગ સ્થાન પર સ્વાગત કરવામાં આવશે. જેમાં વણઝર, સરખેજ ગામ, જીવરાજ પાર્ક, સ્વામિનારાયણ મંદિર, શ્યામલ બ્રિજ, જોધપુર ચાર રસ્તા, માનસી સર્કલ થઇને વસ્ત્રાપુર હવેલી મંદિર પાસે બપોરે 12:30 વાગે રોડ શો પૂરો થશે. તો આ રોડ શોમાં પોલીસનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
દાદી, પૌત્ર અને હવે બાકી હતું તો બહેન પણ જુઠ્ઠુ બોલવા આવી ગઇ: જીતુ વાઘાણી
ઉલ્લેખનીય છે કે, આજે (6 એપ્રિલ) અમદાવાદમાં જનસંપ્રર્ક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સંમેલનમાં નિર્મલા સીતારમન જનતાને સંબોધન કરશે અને ખાસ કરીને અમિત શાહના પ્રચાર માટે નિર્મલા સિતારમન ગુજરાતના પ્રવાસે આવ્યા છે.