અમદાવાદ: ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022ની ચૂંટણી માટે શંખનાદ થઈ ચૂક્યો છે. મહાસંગ્રામમાં જીત હાંસલ કરવા માટે હવે દરેક પાર્ટીએ પોતાના આયુધ તૈયાર કરી લીધા છે. આ વખતનો ચૂંટણી 2022નો ચૂંટણી સંગ્રામ મહત્વપૂર્ણ સાબિત થવા જઈ રહ્યો છે, કારણ કે આ વખતે ભાજપ, કોંગ્રેસની સાથે આમ આદમી પાર્ટી સારું પ્રદર્શન કરી રહી છે. આ વખતે ત્રિપાંખિયો જંગ થવા જઈ રહ્યો છે. ત્યારે સવાલ એ ઉભો થાય છે કે ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં કયા મુદ્દાઓ પર લડાઈ રહી છે 2022ની વિધાનસભા ચૂંટણી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ZEE 24 કલાકના કાર્યક્રમ શીર્ષસંવાદમાં ભાજપના જુના જોગીઓએ ટિકિટ આપવા મામલે અમિત શાહે એક મોટું નિવેદન આપીને ખળભળાટ મચાવ્યો છે. ત્યારે ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર હાલ મળી રહ્યા છે. ZEE 24 કલાકના શીર્ષ સંવાદમાં અમિત શાહે જણાવ્યું હતું કે, અમે સંગઠનમાં એવો કોઈ નિર્ણય નથી થયો કે જૂના જોગીઓને ટિકિટ નહીં મળે. ટિકિટ આપવા માટે ભાજપે કોઈ માપદંડ નક્કી કર્યા નથી. ટિકિટ માટે ફક્ત એક જ માપદંડ છે જીતવાની ક્ષમતા.. રિપીટ નો રિપીટનો રેશિયો પાર્લામેન્ટ્રી બોર્ડમાં નક્કી થશે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube