અમિતાભ બચ્ચન પહેલીવાર ગુજરાતી ફિલ્મમાં જોવા મળશે, જાણો શું છે ફિલ્મનું નામ અને ક્યારે થશે રિલીઝ?
ANIના અહેવાલ મુજબ, તે `ફક્ત મહિલા માટે` ફિલ્મમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેમની તાજેતરની વાતચીત દરમિયાન આનંદ પંડિતે તે સમયને યાદ કર્યો, જ્યારે તેમણે તેમની સ્ક્રિપ્ટ સાથે સુપરસ્ટારનો સંપર્ક કર્યો હતો, જેના પર બિગ બીએ `તત્કાલ` હા પાડી.
નવી દિલ્હી: ગુજરાતી સિનેમા પ્રેમીઓ આશ્ચર્યચકિત છે કારણ કે તેઓ ટૂંક સમયમાં જ મેગાસ્ટાર અમિતાભ બચ્ચનને આગામી ગુજરાતી કોમેડી ફિલ્મ 'ફક્ત મહિલા માટે' (Fakt Mahilao Mate) માં ગુજરાતી ભૂમિકામાં જોવા મળવાના છે. બિગ બી ઉપરાંત આ ફિલ્મમાં ગુજરાતી સુપરસ્ટાર યશ સોની અને દીક્ષા જોશી પણ જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન જય બોદાસ દ્વારા કરવામાં આવ્યું છે અને તેનું મુખ્ય આકર્ષણ બીજું કોઈ નહીં પણ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનનો કેમિયો હશે. આ ફિલ્મમાં દિક્ષા જોષી, યશ સોની, ભાવીની જાની અને પ્રશાંત બારોટ જેવાં કલાકારો છે. ફિલ્મનાં કલાકારો દ્વારા અમિતાભ બચ્ચન સાથે તસવીર તેમનાં ઇન્સ્ટાગ્રામ પેજ પર શેર કરવામાં આવી છે.
બોલીવુડના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન લગભગ 175 હિન્દી ફિલ્મોમાં અભિનય કર્યા બાદ ગુજરાતી સિનેમામાં પદાર્પણ કરવા માટે તૈયાર છે. ANIના અહેવાલ મુજબ, તે 'ફક્ત મહિલા માટે' ફિલ્મમાં એક ગુજરાતી વ્યક્તિની ભૂમિકા ભજવતા જોવા મળશે. તેમની તાજેતરની વાતચીત દરમિયાન આનંદ પંડિતે તે સમયને યાદ કર્યો, જ્યારે તેમણે તેમની સ્ક્રિપ્ટ સાથે સુપરસ્ટારનો સંપર્ક કર્યો હતો, જેના પર બિગ બીએ 'તત્કાલ' હા પાડી.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube