સુરતના પિતા-પુત્રના આ videoને અમિતાભ બચ્ચન પણ શેર કર્યા વગર ન રહી શક્યા
- સોશિયલ મીડિયા પર હાલ સુરત શહેરના એક પિતા-પુત્રનો વીડિયો ધૂમ મચાવી રહ્યો છે
- અમિતાભ બચ્ચને વીડિયો શેર કરતા જ ફેન તેને પસંદ કરી રહ્યાં છે. જેણે જોયો તેણે શેર કર્યો
ઝી મીડિયા/બ્યૂરો :બોલિવુડના મહાનાયક અમિતાભ બચ્ચને હાલમાં જ એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં એક પિતા અને દીકરાની જોડી હાર્મોનિમયમ વગાડતા ગીતનો રિયાઝ કરતી નજર આવી રહી છે. રિયાઝ દરમિયાન બાળક પહેલા પોતાના પિતાને યોગ્ય રીતે ગીત ગાવાનું કહેતો દેખાઈ રહ્યો છે. સાથે જ જ્યારે પિતા વચમાં જ ગીત ગાવાનું શરૂ કરી દે છે, તો તે એમને ડિસ્ટર્બ ન કરવા માટે કહે છે. આ રસપ્રદ વીડિયોને શેર કરતા બિગબીએ લખ્યું કે, "Child is the Father of Man! અમિતાભ બચ્ચને વીડિયો શેર કરતા જ ફેન તેને પસંદ કરી રહ્યાં છે. બાળકના વીડિયો પર લોકો કેવી કેવી ટ્વીટ કરી રહ્યાં છે તે જોવું તમને ગમશે.
આ પણ વાંચો : ‘બળાત્કારની ઘટનામાં સરકાર કંઈ ચલાવી નહિ લે, બનાસકાંઠા હત્યા કેસ ફાસ્ટટ્રેક કોર્ટમાં ચાલશે’
એક કમેન્ટ પર કહેવામાં આવ્યું છે કે, જે રીતે દીકરો પિતાને પ્રેમભરી વઢ લગાવે છે તે લોકોને પસંદ આવી રહ્યુ છે. બાળક સમગ્ર સેશનમાં પિતાને પોતાના પર હાવી થવા દેતો નથી અને પિતા પણ તેને હળવાશથી લઈને હસી રહ્યાં છે.
પેટાચૂંટણીના પ્રચારમાં એડીચોટીનું જોર લગાવશે ભાજપ, રૂપાણી-પાટીલ સંયુક્ત સભા કરશે
પિતા-પુત્રના ગીતની શૈલી શું છે. બિગબીએ આ વીડિયો શેર કર્યા બાદ હવે તે વધુ વાયરલ થઈ રહ્યો છે. ફિલ્મ અભિનેતા સુમીત રાઘવને વીડિયો ટ્વિટ કરતા લખ્યું કે, એક પિતા પોતાના દીકરાને એક પ્રતિષ્ઠિત નાટક સંગીત માનપમાનથી એક મહાન નાટ્યપદ શીખવી રહ્યાં છે. જે રીતે નાનકડું બાળક ગાઈ રહ્યું છે તે બહુ જ ક્યુટ છે.