અમદાવાદ :હાલ દુનિયાના તમામ દેશોની નજર અમેરિકા અને ઈરાન વચ્ચે છે. બંને દેશો વચ્ચે સર્જાયેલી તંગદીલીએ અનેક દિલોની ધડકનોને વધારી દીધી છે. આ તંગદીલી અમેરિકા અને ઈરાનનો ઝઘડો મહાયુદ્ધમાં ફેરવાઈ શકે છે. ત્યારે ZEE 24 કલાક સાથેની વાતચીતમાં અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલનું કહેવું છે કે, ત્રીજું વિશ્વયુદ્ધ થશે અથવા તો મોટી તબાહી થશે. અમેરિકા-ઈરાનનો ઝઘડો આખી દુનિયાને મુશ્કેલીમાં મૂકશે. ખાડી દેશોમાં તંગદિલીથી પેટ્રોલ-ડીઝલના ભાવ ભડકે બળશે. ખાડી દેશોમાં તંગદિલીથી સોના-ચાંદીના ભાવ આભને આંબશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના વધુ સમાચાર માટે અહીં કરો ક્લિક....