અમદાવાદ: મહિલા ડોક્ટર સામે અશ્લીલ ચેનચાળા કરતો આધેડ ઝડપાયો
મહિલા ડોક્ટરને જુહાપુરામાં રહેતા આધેડ દ્વારા અવારનવાર અશ્લીલ ચેનચાળા અને અસહ્ય પજવણી કરવામાં આવતાં મહિલા ડોક્ટરે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઉદય રંજન/અમદાવાદ: મહિલા ડોક્ટરને જુહાપુરામાં રહેતા આધેડ દ્વારા અવારનવાર અશ્લીલ ચેનચાળા અને અસહ્ય પજવણી કરવામાં આવતાં મહિલા ડોક્ટરે સમગ્ર મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આધેડની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જુહાપુરાના ગાયનેકોલોજિસ્ટ મહિલા ડોક્ટરને છેલ્લા એક વર્ષથી એક આધેડ અશ્લીલ હરકતો કરી અસહ્ય હેરાન કરી રહ્યો હતો. જે મહિલા ડોક્ટર ઘરથી કિલનિક પર જતા સમયે આધેડ માજીદ શેખ પીછો કરીને અશ્લીલ હરકતો કરતા મહિલા ડોક્ટર ત્રાંસી ગયા હતા. પરંતુ ગઈ સાંજે આરોપી માજીદ શેખ તેની હરકતો ચાલુ રહેતા મહિલા ડોક્ટરનો પીછો કર્યો હતો. જેથી મહિલા ડોક્ટરે કંટાણીને વેજલપુર પોલીસ સ્ટેશનમાં આધેડ વિરુદ્ધ છેડતીની ફરિયાદ કરતા પોલીસે માજીદ શેખની ધરપકડ કરી લીધી છે.
લિવ-ઇનમાં રહેતા કોન્સ્ટેબલે યુવતિ સાથે શારિરીક સંભંધ બાંધી ઉતાર્યા વીડિયો, નોંધાઇ ફરિયાદ
આ મહિલા ડોક્ટરે વેજલપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પણ આ જ શખ્સ સામે અરજીઓો કરેલી હતી આરોપી માજીદ શેખ તેમ પણ સમજ્યો હતો. આરોપી માજીદ શેખ અવારનવાર મહિલા ડોક્ટર જોતો હતો અને તેનો પીછો કરતો હતો. જો કે ગઈ સાંજના સમયે આરોપી માજીદ શેખએ મહિલા ડોક્ટર શારિરક છેડતી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેનો મહિલા ડોક્ટર પ્રતિકાર કરતા આરોપીએ જાનથી મારીનાખવાની ધમકી પણ આપી હતી.