Mehsana News તેજસ દવે/મહેસાણા : એક તરફ સરકાર ev વાહનો લોકો વધુ ખરીદે તેના માટે સબસીડી જેવા પ્રોત્સાહનો આપે છે. પરંતુ ev વાહનોની બેટરી ફાટવાની ઘટનાઓ ev વાહનો ખરીદવા લોકોને વિચારવા મજબૂર કરે છે. આવી જ કંઈક ઘટના મહેસાણા વિસનગરમાં બની છે


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈલેક્ટ્રીક વાહનો ખરીદીમાં મોંઘા પડે છે, પરંતુ તે ચલાવવામાં ખૂબ સસ્તા પડે છે અને ઈકો ફ્રેન્ડલી પણ હોય છે. સરકાર પણ ઈલેક્ટ્રીક વાહનો માટે સબસીડી આપી લોકોને પ્રોત્સાહન પૂરું પાડે છે. પરંતુ ઇલેક્ટ્રીક વાહનોમાં બેટરી ફાટવાની ઘટનાઓ લોકોને ઇલેક્ટ્રીક વાહનો ખરીદી કરવા પહેલા વિચાર કરવા મજબૂર કરે છે. મહેસાણા વિસનગરમાં રહેતા પરાગ નાયકના પરિવારે પણ ઇલેક્ટ્રીક વાહન ખરીદી ખુશી અનુભવી હતી કે પેટ્રોલ ડીઝલ કરતા ઈલેક્ટ્રીક વાહન ખૂબ સસ્તુ પડી રહ્યું છે. પરંતુ તેમની સાથે બનેલી ઘટના તેમને હવે ઇલેક્ટ્રીક વાહન ચલાવવા પણ ડર લાગે તેવી સ્થિતિ સર્જાઈ છે. 


પરાગ નાયકે ગત રાત્રે પોતાના ઈલેક્ટ્રીક ટુ-વ્હીલર વાહનની બેટરી ઘરમાં ચાર્જિંગ મૂકી હતી. બેટરી ચાર્જિંગ પૂરી થયા બાદ ચાર્જિંગ બંધ પણ કરી દીધું હતું અને બેટરી ઘરમાં જ મૂકી રાખી હતી. ત્યારે રાત્રે 12:30 કલાકે અચાનક આ બેટરી ફાટી અને આગ લાગી હતી. સમય સૂચકતા વાપરી પરાગ નાયક તેમનો પુત્ર દિપેન નાયક સહિત પરિવાર ઘરની બહાર નીકળી ગયો હતો અને કોઈ જાનહાની કે ઈજા થઈ નહોતી. જોકે બેટરી ફાટવાના કારણે આગ લાગવાથી ઘરમાં ઘણું નુકસાન થયું છે. AMPERE MAGNUS કંપનીના EV મોપેડ પરાગ નાયક વાપરે છે. તે કંપનીમાં અગાઉ બે વખતે બેટરી ફોલ્ટ બાબતે જાણ કરી હતી. પરંતુ કંપનીએ કોઈ પણ દરકાર લીધી નહીં અને આખરે આ બેટરી પાડતા પરાગ નાયકને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે.


અમદાવાદ-વડોદરા વચ્ચે આવેલી છે એક અદભૂત શાંત અને સુંદર જગ્યા, દીવો લઈને શોધવા જશો તો પણ આવી જગ્યા નહિ જડે!


AMPERE MAGNUS કંપની ના EV મોપેડની બેટરી ફાટવાથી હવે આ પરિવાર ઇલેક્ટ્રીક ટુ-વ્હીલર ચલાવતા પણ ડરી રહ્યું છે. એવું પણ નથી કે દરેક ઈલેક્ટ્રીક વાહનોમાં આવી ઘટના બનતી હશે. પરંતુ જ્યારે કોઈ ગ્રાહક કંપનીને ફરિયાદ કરે છે કે, બેટરીમાં કોઈ ફોલ્ટ લાગી રહ્યો છે તો કંપનીએ પણ આ બાબતને ગંભીર ઘણી તપાસ કરવી જોઈએ. ત્યારે કંપનીએ પણ બે વખત જાણ કરવા છતાં કોઈ દરકાર લીધી નહીં અને જીવનું જોખમ પરાગ નાયકના પરિવારને વેઠવું પડ્યું. રાત્રે દરમિયાન બેટરી ફાટવાથી બાજુમાં પડેલું વોશિંગ મશીન પણ બળી ગયું છે.


આમ એક તરફ સરકાર લોકોને ઈલેક્ટ્રીક વાહનો ખરીદવા પ્રોત્સાહન આપી રહી છે. પરંતુ કેટલીક કંપનીઓ ઇલેક્ટ્રીક વાહનો વેચાણ થયા બાદ સમયસર સર્વિસ કે સમજ ન આપતી હોવાના કારણે પણ આવી ઘટનાઓ બની રહી છે જો કંપનીઓ દરેક બાબતને ગંભીર ગણી ત્વરિત કમ્પ્લેનનો નિકાલ લાવતી હોય તોપણ આવી ઘટનાઓ ન બને. તો બીજી તરફ હલકી ગુણવત્તાની બેટરી અને સસ્તી બેટરી ઉપયોગ કરી વધુ નફો રળી લેવાની લાયમાં લોકોનું જીવનું જોખમ પણ બની જાય છે.


નર્મદા ડેમ છલકાવાની તૈયારીમાં : 25 ગામોને એલર્ટ કરાયા, હેલ્પલાઈન નંબર જાહેર