Amraiwadi Gujarat Chutani Result 2022:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ યોજાઈ ચૂકી છે. ગુજરાતના ઈતિહાસની અત્યાર સુધીની આ સૌથી અલગ પ્રકારની ચૂંટણી બની રહેશે. કારણકે, અત્યાર સુધી ગુજરાતમાં વર્ષોથી ભાજપ-કોંગ્રેસ આ બન્ને મુખ્ય રાજકીય પક્ષો જ સામ-સામે લડતા દેખાતા હતાં. જોકે, આ વર્ષે તસવીર બદલાઈ ગઈ છે. અને હવે આમ આદમી પાર્ટી પિચ્ચરમાં આવતા ગુજરાતની તમામ બેઠકો પર ત્રિ-પાંખિયો જંગ જામ્યો છે. ત્યારે જોઈએ મતદારોએ કઈ તરફ પસંદગીનો કળશ ઢોળે છે. શું કોંગ્રેસના હાથને મળે છે મતદારોનો સાથ? દિલ્હી અને પંજાબની જેમ ગુજરાતમાં ચાલશે મફતની રેવડી અને ઝાડુનો જાદુ? કે પછી ફરી એકવાર ગુજરાતમાં ખિલશે કમળ? ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં આજે પરિણામનો દિવસ છે. જાણો પરિવર્તન કે પુનરાવર્તન...


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરાઈવાડી વિધાનસભા પરિણામઃ
અમરાઈવાડી વિધાનસભામાં ભાજપના ઉમેદવાર ડૉ. હસમુખ પટેલની શાનદાર જીત થઈ છે. ફરી એકવાર અમરાઈવાડીની બેઠક ભાજપે જાળવી રાખી છે.


અમરાઈવાડી વિધાનસભા બેઠક-
અમદાવાદની 16 બેઠકોમાંથી ભાજપના ગઢ સમાન બેઠક એટલે અમરાઈવાડી. જેમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારે ભાજપના ઉમેદવારે જોરદાર ટક્કર આપી હતી અને આ વખતે તો આમ આદમી પાર્ટી પણ મેદાનમાં છે. વર્ષ 2008માં થયેલા નવા સીમાંકન બાદ અમરાઈવાડી વિધાનસભા બેઠક અસ્તિત્વમાં આવી છે. જે બાદ આ બેઠક સતત ભાજપ જ જીતતું આવ્યું છે.


અમરાઇવાડીને અમદાવાદનું મિની ભારત કહેવામાં આવે છે. કારણ કે, આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાથી રોજગારી માટે દેશના અનેક રાજ્યના લોકો અહીં સ્થાયી થયા, જે હવે આ વિધાનસભા બેઠકની હારજીત માટે નિર્ણાયક મતદાર બન્યા. અમરાઇવાડી વિધાનસભાની જ્ઞાતિ સમીકરણ પર નજર કરીએ તો, આ બેઠકમાં કુલ 2 લાખ 79 હજાર મતદારો છે. જેમાં 40 હજારથી વધારે પાટીદાર, 60 હજારથી વધારે અનુસુચિત જાતિ, 30 હજાર સવર્ણ, 36 હજાર ઓબીસી, 55 હજારથી વધારે પરપ્રાંતિય તથા અન્ય મતદારોનો સમાવેશ થાય છે.


2022ની ચૂંટણી-
વર્ષ 2022માં ભાજપે અમરાઈવાડીથી વર્તમાન ધારાસભ્ય જગદીશ પટેલની ટિકિટ કાપીને ડૉ. હસમુખ પટેલને મેદાનમાં ઉતાર્યા છે. જેમની સામે કોંગ્રેસે ફરી એકવાર ધર્મેન્દ્ર પટેલને મેદાને ઉતાર્યા છે. તો આમ આદમી પાર્ટીએ વિનય ગુપ્તાને ટિકિટ આપી છે.


2019ની પેટાચૂંટણી-
હસમુખ પટેલ 2019માં સાંસદ તરીકે ચૂંટાતા આ બેઠક ખાલી પડી હતી. જેમાં ભાજપના જગદીશ પટેલની જીત થઈ હતી. જેમની સામે ધર્મેન્દ્ર પટેલ હાર્યા હતા.વર્ષ 2019ની પેટા ચુંટણીમાં ભાજપ કોંગ્રેસ ઉપરાંત અન્ય પક્ષ તથા અપક્ષ મળી કુલ 9 અપક્ષ હતા અપક્ષને ફાળે 3876 મત મળ્યા હતા. જ્યારે નોટાને 1185 મત મળ્યા હતા. વર્તમાન ચૂંટણીમાં અપક્ષની સાથે સાથે એઆઇએમઆઇએમ અને આમ આદમી પાર્ટી મેદાને છે, અન્ય રાજકીય પાર્ટીના ખેલ બગાડી શકે છે.


2017ની ચૂંટણી-
વર્ષ 2017ની ચૂંટણીમાં ભાજપના હસમુખ પટેલ વિજેતા થયા હતા. જેમણે કોંગ્રેસના અરવિંદ ચૌહાણને 49 હજાર જેટલા મતોથી હરાવ્યા હતા.


2012ની ચૂંટણી-
વર્ષ 2012માં આ બેઠક પર પહેલીવાર ચૂંટણી થઈ જેમાં ભાજપના હસમુખ પટેલનો વિજય થયો. હસમુખ પટેલે કોંગ્રેસના બીપીન ગઢવીને  65 હજાર કરતા વધુ મતથી હરાવ્યા હતા.