કેતન બગડા/ અમરેલી: અમરેલી સાવરકુંડલા રોડ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબકતા એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. જો કે, 108 ઘટના સ્થળ પર પહોંચી ઇજાગ્રસ્તને સારવાર આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ અમરેલી સાવરકુંડલા રોડ પર આવેલા ચરખડી ગામ નજીક ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. ટ્રક ચાલેક અચાનક કાબુ ગુમાવતા ટ્રક પુલ પરથી નીચે ખાબક્યો હતો. આ અકસ્માતમાં ટ્રક ક્લીનરનું મોત થયું હતું. જ્યારે ટ્રકના એક વ્યક્તિનો આબાદ બચાવ થયો હતો. આ ઘટના બાદ પુલ પર લોકોના ટોળા એકત્રિત થયા હતા.


જે બાદ અકસ્માતની 108 અને પોલીસને જાણ કરવામાં આવી હતી. 108 ની ગાડીએ ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર આપી હતી અને વધુ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યારે પોલીસ દ્વારા આ મામલે વધુ કાર્યવાહી હાથ ધરી હતી.