અમરેલી: પીપાવાવ પોર્ટના ગેસ્ટહાઉસમાં કસ્ટમ ઓફિસરો દારૂની મહેફીલ માણતા રંગેહાથ ઝડપાયા હતા. અમરેલી LCB ધ્વારા દરોડા પાડીને ત્રણ કસ્ટમ સુપ્રિટેન્ડેન્ટ ઓફીસરને દારૂ પીધેલી હાલતમાં ઝડપી લેવામાં આવ્યા હતા. પોલીસે ત્રણેયની ધરપકડ કરીને વિદેશી દારૂની 23 બોટલ પણ કબ્જે કરી હતી. આ ઉપરાંત કાચના ગ્લાસ, મોબાઇલ સહિત 17800 રૂપિયાનો મુદ્દામાલ પણ કબ્જે કર્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમેરિકા: કડીમાં આધેડની લૂંટારૂઓએ ગોળી મારીને હત્યા કરી, માત્ર પુરાવા માટે લીધો એક જીવ


અમરેલી જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાયને માહિતી મળતા તેમણે એલસીબીને આદેશ આપતા દરોડા પાડવામાં આવ્યા હતા. ત્રણેય અધિકારીઓ વિરુદ્ધ પ્રોબિહીશનની વિવિધ કલમ હેઠળ કાર્યવાહી કરીને આરોપીઓ અને મુદ્દામાલ મરીન પીપાવાવ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. 
ઝડપાયેલા આરોપીઓ


પરણિત યુવક હતો ત્રીજા લગ્નની ફિરાકમાં, પહેલી પત્નીને શંકા જતા સમગ્ર મુદ્દો ખુલ્યો
1. નિલેશ દિનેશચંદ્ર જોશી (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર, કસ્ટમ વિભાગ- પીપાવાવ પોર્ટ)
2. ભગવાન સહાય મીના (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર, કસ્ટમ્સ, પીપાવાવ પોર્ટ)
3. કીરપાનંદન ગુરૂવન (સુપ્રિટેન્ડેન્ટ ઓફિસર,કસ્ટમ્સ, પીપાવાવ પોર્ટ)


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube