અમરેલીઃ ગીર અભ્યારણ અને દલખાણીયા રેન્જમાં સિંહોના મોતનો સિલસિલો યથાવત છે. ત્યારે આજે વધુ એક સિંહનું મોત થયું છે. વન વિભાગ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે 7 નવેમ્બરે ફેરણા દરમિયાન એક બે-ત્રણ વર્ષનો સિંહ ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યો હતો. ત્યારબાદ આ સિંહને રેસ્ક્યુ કરીને તેને બાબરકોટ એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક દ્રષ્ટિએ સિંહને ઈન્ફાઇડને કારણે ઈજા થઈ હતી ત્યારબાદ આ ઈજામાં જીવાત પડી ગઈ હતી. સારવાર દરમિયાન આજે સિંહનું મોત થયું હતું. આ સાથે વનવિભાગે જણાવ્યું કે, સિંહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવશે અને વધુ તપાસ માટે નમૂના લેબોરેટરીમાં મોકલવામાં આવશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મહત્વનું છે કે, આ પહેલા ગીરના દલખાણીયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુટ ઓફ વાયરોલોજી (પુના) ખાતે મૃત સિંહોનાં નમૂના મોકલવામાં આવ્યા તેમાં કેટલાક સિંહોમાં કેનાઇન ડિસ્ટેમ્પર વાયરસ(CDV) હોવાના અહેવાલ આવ્યા હતા. આ રોગના કુતરાઓમાંથી ફેલાય છે. ગીર અભ્યારણ્યમાં 11 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર દરમિયાન કુલ 23 સિંહોના મોત થતા સમગ્ર દેશમાં સિંહોની સલામતી મામલે ચર્ચા જાગી હતી.