ઇનફાઇટથી ઈજાગ્રસ્ત ચાર માસના સિંહ બાળનું મોત
આ પહેલા ગીરના પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા.
અમરેલીઃ ગુજરાતમાં સિંહના મોતનો સિલસિલો યથાવત છે. ઇનફાઇલના કારણે વધુ એક સિંહ બાળનું મોત થયું છે. સિંહોના થઈ રહેલા મોત અંગે સિંહપ્રેમીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે.
વનવિભાગે જણાવ્યા પ્રમામે, અમરેલી વિસ્તારમાં ચાર માસના સિંહ બાળનું મોત થયું છે. ઇનફાઇટમાં ઈજાગ્રસ્ત સિંહ બાળનું આજે સવારે મોત થયું હતું. સાવરકુંડલાથી શુક્રવારે આ સિંહ બાળનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને સારવાર આપવામાં આવી પરંતુ તેનું જીવ બચાવવામાં વનવિભાગ નિષ્ફળ રહ્યું હતું.
આ પહેલા ગીરના પૂર્વ વન વિભાગ હેઠળ આવતા દલખાણિયા રેન્જમાં 23 સિંહોના મોત થયા હતા. ત્યારબાદ આ ઘટનાને લઈને રાજ્યભરમાં હોબાળો મચી ગયો હતો. અમેરિકાથી સિંહોની સારવાર માટે રસી મંગાવવામાં આવી હતી. હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ સુધી પણ સિંહોના મોતનો મામલો પહોંચ્યો હતો.