અમરેલીઃ જિલ્લાના વાવેરા-રાજુલા રોડ પર ગંભીર અકસ્માતમાં બે લોકોના મોત થયા છે. રાજુલા વાવેરા રોડ પર બે બાઇક વચ્ચે અકસ્માત થતાં બે યુવકના ઘટના સ્થળે મોત થયા છે. જ્યારે બેની હાલત ગંભીર હોવાથી સારવાર માટે ભાવનગર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત અનુસાર અમરેલી જિલ્લાના વાવેરા-રાજુલા રોડ પર બે સામ-સામે આવી રહેલી બાઇક ધડાકાભેર અથડાતા આ અકસ્માત સર્જાયો હતો. ચાંડલિયા ડુંગર નજીક આ ઘટના બની છે. આ ઘટનામાં બે યુવકોના મોત થયાં છે. જ્યારે બેને ગંભીર ઈજા થતાં 108 મારફતે સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા છે. બે યુવાનોના મોત થતા પરિવારમાં માતમ છવાય ગયો છે. 


જુઓ Live TV