અમરેલીઃ રાજ્યમાં એક તરફ વરસાદ ઓછો પડ્યો છે, ત્યારે પાક નિષ્ફળ જવાના ડરથી ખેડૂતો આપઘાત કરી રહ્યાં છે. તો આજે દિવાળીના પાવન પર્વના દિવસે જ બાબરાના ખાખરીયામાં આર્થિક સંકડામણને કારણે એક ખેડૂતો ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. બાબરા પોલીસે આ અંગે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત વિગત મુજબ ખાખરીયામાં રહેતા 55 વર્ષના ધીરૂભાઈ ગોવિંદભાઈએ આર્થિક સંકડામણને કારણે ઝેરી દવા પીને આપઘાત કરી લીધો છે. આર્થિક તંગીને કારણે ખેડૂતો પોતાના ખેતરમાં આજે સવારે ઝેરી દવા પીને મોતને વ્હાલું કરી લીધું હતું. 


પોલીસે આપઘાત કરનાર ખેડૂતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે બાબરા હોસ્પિટલ ખસેડ્યો હતો. તો પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. 


મહત્વનું છે કે, થોડા દિવસ પહેલા પોરબંદર જિલ્લાના કુતિયાણા તાલુકાના માંડવા ગામે પણ એક ખેડૂતો ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પાક નિષ્ફળ જવાને કારણે ખેડૂતો આપઘાત કર્યો હતો.