કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) માં આજે પ્રદેશ ભાજપ (BJP) પ્રમુખ સી.આર પાટીલ (CR Patil) ના આગમન પહેલા મોડી રાત્રે પોલીસ (Police) અને ભાજપના કાર્યકરો વચ્ચે થયો ડખ્ખો થયો હતો. ભાજપના કાર્યકરોને પોલીસે માર મર્યાના આક્ષેપો સાથે સિવિલ હોસ્પિટલ (Civil Hospital) માં દાખલ થતાં મામલો બીચકયો હતો. મોડી રાત્રે સરકારના મંત્રી હકુભા જાડેજા સહિત ભાજપના દિગજ્જ નેતાઓ અને કાર્યકરોએ સિવિલ હોસ્પિટલમાં ડેરો જમાવ્યો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આજે સવારે 9 વાગ્યે બીજેપીના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલ અમરેલી જીલ્લાની મુલાકાતે આવવાના છે. અમરેલી (Amreli) ના સિનિયર સીટીઝન પાર્ક ખાતે તેઓ સારહી યુથ કલબ,લાયન્સ લબ અને રોટરી પોઇન્ટ દ્વારા આયોજન કરવામાં આવેલા વેકસીનેશન કેમ્પમાં પ્રોત્સાહિત કરવા અને વેકસીન અંગે જાગૃતિ માટે હાજરી આપવાના છે.જો કે પાટીલના આગમન પહેલા જ ભાજપના કાર્યકરો અને પોલીસ વચ્ચે બબાલ થઈ હતી.આ માથાકૂટમાં ભાજપના 2 કાર્યકરોને પોલીસ દ્વારા માર મારવામાં આવ્યો હોવાનું આક્ષેપ કરવામાં આવી રહ્યો છે.


ભાજપ (BJP) ના કાર્યકરનો આક્ષેપ છે કે તેઓ વેકસીનેશન કેમ્પના સેન્ટર પર બેનરો અને હોર્ડિંગ લગાવવા સહિતની તૈયારીઓ ચાલી રહી હતી. તે દરમિયાન અમરેલી (Amreli) ના એ.એસ.પી અભય સોની દ્વારા ત્યાં બેસેલા 4 થી 5 વ્યક્તિઓને માર મારી જેલમાં પુરી દો તેમ કહ્યુ હોવાનું ભાજપના કાર્યકર આક્ષેપ કર્યો હતો. આ ઘટનાને પગલે ભાજપના બે કાર્યકરો રાજેશ માંગરોળિયાં અને જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયાના નજીકના માનવામાં આવતા દિવ્યેશ વેકરિયાને પણ માર માર્યો હોવાના આક્ષેપો સાથે તેઓ ઇજાગ્રસ્ત થતા અમરેલી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા હતા.

ખેડૂત નેતા રાકેશ ટિકૈત પહોંચ્યા આબુરોડ, કહ્યું ગુજરાતમાં જવા માટે કોઇ પાસપોર્ટ કે વીઝાની જરૂર નથી


આ ઘટનાની જાણ ભાજપ (BJP)  ના નેતાઓને થતા અમરેલી ભાજપના સહકારી નેતા દિલીપ સંઘાણી (Dilip Sanghani) સાઈકલ સવારીમાં સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા. તેમણે ASP અભય સોની વિરૂદ્ધ ગંભીર આરોપો લગાવતા કહ્યું હતું કે પોલીસ કોરોના વેક્સીનેશનના કાર્યક્રમમાં અવરોધો ઉભા કરવાનો પ્રયત્ન કરી રહી છે. ત્યારબાદ તેમણે પોલીસવડાને ફોન કરીને ખખડાવ્યા હતા. 


આ ઉપરાંત સાંસદ નારણ કાછડીયા અને પ્રભારી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત કાર્યકર્તાઓની મુલાકાત લીધી હતી.બાદમાં ભાજપ નેતા દિલીપ સંઘણીએ અમરેલી પોલીસના ઉચ્ચ અધિકારી સાથે પણ ટેલિફોનિક વાતચીત કરી હતી અને તેમને કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. ઉપરાંત પોલીસના દમન અને કામગીરી માટે ગંભીર આક્ષેપો લગાવ્યા હતા.


ત્યારબાદ જોત જોતામાં ભાજપના કાર્યકરોને જાણ થતાં ટોળે-ટોળા ભાજપી કાર્યકરો સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા અને ભાજપના નેતાઓએ અને મોટી સંખ્યામાં કાર્યકરોએ સિવિલ હોસ્પિટલના પટાગણમાં ડેરો જમાવ્યો હતો. આ બનાવને લઈને સહકારી નેતા દિલીપ સંઘાણીએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે ભાજપના કાર્યકરો વેકસીનેશન કેમ્પમાં વ્યવસ્થાનું કામ કરી રહ્યા હતા તે દરમિયાન એ.એસ.પીએ પોલીસનો પરવાનગી હોવાછતાં કાર્યકરો સાથે બિભસ્ત રીતે વ્યવહાર કરી ગાળો આપી હતી અને ત્યારબાદ માર માર્યો હતો. જેમાં 2 કાર્યકરો હોસ્પિટલમાં દાખલ થયા હતા.


આ અંગે સરકારમાં પણ રજુઆત કરવામાં આવી છે અને પોલીસ વડાએ પણ મુલાકત લીધી છે. આવતીકાલે પ્રભારી મંત્રી અને પ્રદેશ મંત્રી સાથે ચર્ચા કરીને વેકસીનેશન બાદ નિર્ણય કરાશે. આ એ.એસપી સામે તાત્કાલિક પગલાં લેવાય અને ગેરકાનૂની રીતે લોકસેવાની કામગીરીમાં અવરોધ ઉભા ન કરે તેવા પગલાં લેવાય તેવી માંગ કરી રહ્યા છે. આ ઘટનાને પગલે અમરેલીના સાંસદ નારણ કાછડીયા પણ પહોંચ્યા હતા.


તેઓએ જણાવ્યું હતું કે તમામ પ્રકારની કામગીરીની મંજૂરી હતી અને બેનરો લગાવે ત્યારે પીએસઆઈએ પણ સાથે હતા. જો કે તેઓએ કશું ન કર્યું પરંતુ એએસપીને કહેતા પણ શરમ આવે તેવા ગુંડાગિરી કરી હતી. 2 કાર્યકરોને માર મારી કપડાં ફાડી નાખવામાં આવ્યા છે. આ નિંદનીય ધટના છે અને સરકારમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી,પ્રદીપ સિંહ જાડેજા,સી.આર પાટી સાથે સરકારમાં વાત કરી પગલાં લેવા માંગ કરાઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube