• 10 વર્ષનો આ બાળક જે રીતે દોહા ગાઈ રહ્યો છે તે જોતા તમે વીડિયો પરથી નજર નહિ હટાવી શકો

  • પોતાની ગાવાની આવડતને કારણે બાળક સ્થાનિક સ્તરે પોપ્યુલર છે


કેતન બગડા/અમરેલી :સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર રોજેરોજ અનેક વીડિયો વાયરલ થતા હોય છે. તેમાં બાળકોના અનેક વીડિયો પોપ્યુલર થતા વાર નથી લાગતી. બાળકોની વિચિત્ર હરકતો, બાળકોનું ટેલેન્ટ વગેરેના વીડિયો (child video) સોશિયલ મીડિયા પર વધુ પોપ્યુલર છે. આવામાં બાબરાની બજારમાં એક બાળકનો દુહા-છંદ લલકારતો વીડિયો વાયરલ (viral video) થયો છે. આ વીડિયોમાં દેખાતો બાળક તમારું દિલ જીતી લેશે. આ વીડિયોમાં ગુજરાતી બાળકનું ટેલેન્ટ (talent) ઝળકાઈ આવ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતી પરંપરાગત વેશભૂષામાં ગુજરાતી સાહિત્યના જુના દોહા છંદ પોકારી અમરેલી શહેરની બજાર ગજવતા બાળકનો વીડિયો સામે આવ્યો છે. આ બાળકે જે અંદાજમાં દોહા પોકારી રહ્યો છે જોતા તે સોશિયલ મીડિયા (social media) પર છવાઈ ગયો છે. જેણે પણ આ વીડિયો જોયો તે આ બાળકના ટેલેન્ટના વખાણ કરી રહ્યાં છે. 


આ પણ વાંચો : સુરતમાં નકલી ડોક્ટર ઝડપાયો, અત્યાર સુધી હજારો લોકોને આપી ચૂક્યો છે દવા


આ બાળકનું નામ રમેશ બારોટ છે. જેની ઉંમર 10 વર્ષ છે. તેના પિતાનું નામ વાઘાભાઈ બારોટ છે. વાઘાભાઈ બારોટ મૂળ ભાવનગર વિસ્તારનો છે અને હાલ બાબરામાં રહે છે. પોતાની ગાવાની આવડતને કારણે બાળક સ્થાનિક સ્તરે પોપ્યુલર છે. તેનો પરિવાર ઊંટ ભાડે આપીને ગુજરાન ચલાવે છે. તેમની માલિકીનું એક ઊંટ છે, જેને તેઓ લગ્નના ફુલેકા, ધાર્મિક પ્રસંગોમાં ડિમાન્ડ મુજબ લઈ જાય છે. ગામેગામ જઈને પિતા-પુત્ર આવી રીતે ગાઈને રૂપિયા કમાવે છે. 



ગુજરાતી સાહિત્ય અમૂલ્ય છે. પરંતુ નવી પેઢી જ્વલ્લે જ તેમાં રસ લેતી જોવા મળે છે. આવામાં આ બાળક જે રીતે જૂના દોહા પોકારી રહ્યો છે તે પરથી જાણી શકાય છે કે તેને બાળપણથી જ તેનું જ્ઞાન છે. તેને તેની તાલીમ આપવામાં આવી છે. 


આ પણ વાંચો : ઓનલાઈન ભણતા વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, whatsapp થી લેવાશે પરીક્ષા