અમરેલી : ગુજરાતમાં વાવાઝોડાની આગાહી વચ્ચે ગુજરાતનાં વાતાવરણમાં ફરી એકવાર પલટો જોવા મળી રહ્યો છે. સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદ અને તોફાની પવન ફૂંકાઇ રહ્યો છે. સંભવિત વાવાઝોડાની આગાહી વચ્ચે ધારી તાલુકાના સુખપુર ગામમાં પણ વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી કેરી પકવતા ખેડૂતો ચિંતિત બન્યા છે. સુખપુર, ગોવિંદપુર, સહિતના અન્ય ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજકોટ જિલ્લાના વાતાવરણમાં પલ્ટો
રાજકોટ જિલ્લામાં વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો. રાજકોટ જિલ્લામાં જોરદાર પવન સાથે ધુળની ડમરી ઉડી રહી છે. રાજકોટ કાલાવડ રોડ વાજડી વડ ગામ પાસે ભારે પવન સાથે વરસાદ જોવા મળી રહ્યો છે. બેડી, હડમતીયા, ગવરીદળ પંથકમાં વરસાદ શરૂ થઇ ચુક્યો છે. જો વરસાદ પડે તો ખેડુતોના ઉનાળુ પાકમાં નુકશાન થઈ શકે છે. 


અમરેલી જિલ્લાનાં ધારીમાં વરસાદ
અમરેલી જીલ્લાના ધારી ગીર પંથકના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ધારી શહેર તેમજ આસપાસના ગામડાઓમાં વરસાદ શરૂ થયો હતો. ધારી, સરસિયા, ફાચરિયા, ગોવિંદપુર સહિતના ગામોમાં વરસાદ જોવા મળ્યો હતો. વરસાદે ખેડૂતોની ચિંતામાં વધારો કર્યો હતો. કેસર કેરી સહિતના ઉનાળુ પાકને નુકશાનની ભીતિ સેવવામાં આવી રહી છે. 


કોસ્ટગાર્ડ હાઇ એલર્ટ પર
તૌકતે વાવાઝોડાની શક્યતાને જોતા પોરબંદર કોસ્ટગાર્ડ પણ એલર્ટ પર છે. કોસ્ટગાર્ડના હેલિકોપ્ટર દ્વારા દરિયાઈ વિસ્તારમાં લોકોને સાવચેત કરવામાં આવી રહ્યા છે. માધવપુરથી લઇ મીયાણી સુધીના દરિયા કિનારે આવેલ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત કોસ્ટગાર્ડ દ્વારા પણ પેટ્રોલિંગ વધારી દેવામાં આવ્યું છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube