અમરેલી : હાલમાં બે વ્યક્તિઓને ઢોર માર મરાઇ રહ્યા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જો કે પ્રાથમિક તપાસમાં આ વીડિયો બાબરા શહેરોનો હોવાનું સામે આવ્યું છે. યુવકોને ઢોર માર મારવાનો આ વીડિયો વાયરલ થયા બાદ માર ખાનારા વ્યક્તિએ ફરિયાદ દાખલ કરાવતા પોલીસે આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહેલા વીડિયોમાં બે યુવકોને હાલ પાંચ થી છ જેટલા લોકો ઢોર માર મારતા હોવાનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: ક્રાઇમબ્રાંચે એક વ્યક્તિને ઝડપીને તેનો મોબાઇલ ખોલ્યો તો આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ


વીડિયોમાં આરોપીઓ માર મારતા મારતા અપશબ્દો બોલી રહ્યા છે. ભોગન બનનારા યુવક દ્વારા એક મહિલા સહિત 8 લોકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે. આરોપીઓ દ્વારા સૌપ્રથમ ભોગ બનનારને સ્મશાનમાં પલંગ ચોરી બાબતે પુછપરછ કરવા માટે બોલાવ્યો હતો. ત્યાર બાદ યુવતીને કેમ ભગાડી તેમ કહીને ઢોર માર માર્યો હતો. બાબરા પોલીસે મોટા ભાગના આરોપીઓને રાઉન્ડ અપ કરી લીધા છે. હાલ તો આ મુદ્દે પોલીસ દ્વારા સમગ્ર મુદ્દે તપાસ ચલાવવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે. 


SURAT: પ્રથમ વેવમાં મંદ પડી ગયેલો હીરા ઉદ્યોગ બીજા વેવ બાદ સોળે કળાએ ખીલી ઉઠ્યો ઉદ્યોગ


આરોપીઓનાં નામ...
ચૌહાણ સાગર ભુપતભાઇ
બલોચ વારીસ ઉર્ફે લાલો
દેત્રોજા વિમલ ઉર્ફે વિમલો
દેત્રોજા હિતેષભાઇ બટુકભાઇ
ધીરુભાઇ તલસાણીયા
ધીરુભાઇનો એક ભાઇ
ધીરુભાઇના પત્ની


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube