રાજુલામાં માતાજી તરીકે પ્રખ્યાત સાધ્વીની થઈ હત્યા
અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યા (murder) થી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમા સાધ્વી તરીકે કામ કરતી મહિલાની આશ્રમમા જ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. આ સાધ્વી સમગ્ર પંથકમાં માતાજી તરીકે પ્રખ્યાત હતા. ત્યારે સાધ્વીની હત્યાને લઈ પોલીસ (crime news) ઘટના સ્થળે પહોંચી છે.
કેતન બગડા/અમરેલી :અમરેલી જિલ્લામાં સાધ્વીની હત્યા (murder) થી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. રાજુલાના ખાખબાઈ ગામ નજીક આવેલ ઓમ નારાયણ આશ્રમના સાધ્વીની હત્યા કરવામાં આવી છે. આશ્રમમા સાધ્વી તરીકે કામ કરતી મહિલાની આશ્રમમા જ તીક્ષ્ણ હથિયાર વડે હત્યા કરવામાં આવી છે. આ સાધ્વી સમગ્ર પંથકમાં માતાજી તરીકે પ્રખ્યાત હતા. ત્યારે સાધ્વીની હત્યાને લઈ પોલીસ (crime news) ઘટના સ્થળે પહોંચી છે.
સાધ્વીની હત્યાથી મોટી સંખ્યામાં ગામના લોકો આશ્રમમાં દોડી ગયા હતા. રાજુલાથી એક કિલોમીટરના અંતરે આવેલા ખાખબાઈ ગામના રસ્તા પર નમો નારાયણ આશ્રમ આવેલો છે. જ્યાં રેખાબેન નામના સાધ્વી પૂજારી તરીકે કાર્યરત હતા. ગઈકાલે તીક્ષ્ણ ઘા મારીને હત્યા કરતો તેમનો મૃતદેહ આશ્રમમાંથી મળી આવ્યો હતો. ત્યારે ગામ લોકોમાં પણ તેમની હત્યાથી કુતૂહલ સર્જાયુ હતું.
પોલીસ દ્વારા હત્યારાને શોધવા કવાયત શરૂ કરાઈ છે. પ્રાથમિક તપાસમાં કોઈ નજીકના જ વ્યક્તિએ હત્યા કરી હોવાનુ લાગે છે. આશ્રમમાં છેલ્લા લાંબા સમયથી સેવાપૂજા કરતા સાધ્વીની હત્યાનો ભેદ ખોલવા માટે અમરેલી એલસીબી, એસઓજી સહિતની પોલીસ કામે લાગી છે.