અમરેલીઃ અમરેલી જિલ્લાના પોલીસ વડા નિર્લિપ્ત રાય પર પીએસઆઈને માર મારવાનો આરોપ લાગ્યો છે. શહેરના પીએસઆઈ એન.જી.ગોસાઈને ઢોરમાર મારતા તેમને ઈજા પહોંચી છે. હાલમાં પીએસઆઈને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પીએસઆઈએ જણાવ્યું કે, આરોપીના રિમાન્ડ નામંજૂર થતા જિલ્લા પોલીસ વડા નિર્લિપ્ત રાય ઉશકેરાયા હતા. આ બાબતે તેમણે મને માર માર્યો છે. હાલતો પીએસઆઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યાં છે. તો બીજીતરફ હોસ્પિટલની બહાર પોલીસનો કાફલો તૈનાત કરી દેવામાં આવ્યો છે.