Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહીને પગલે રાજ્યના અનેક વિસ્તારમાં કડાકા ભડાકા સાથે વરસાદ પડી રહ્યો છે. આજે અમરેલી વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. અમરેલી સિવાય ધારી, ડાંગ અને બોટાદમાં પણ વાતાવરણમાં પલ્ટો આવ્યો છે અને બરફનાં કરા સાથે વરસાદ પડતા જગતનો તાત ચિંતિંત બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Corona Breaking: ગુજરાતમાં કોરોનાએ આજે ફરી સદી ફટકારી, જાણો ક્યા કેટલા નોંધાયા કેસ


ક્યાં કયાં વિસ્તારમાં કમોસમી વરસાદ વરસ્યો
ધારી પંથકના ગોવિંદપુર, સુખપુર, કાંગસા સહિતના ગામોમાં પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે પવનના કારણે સુખપુર નજીક વીજ પોલ ધરાશાયી થયો છે. ભારે વરસાદને કારણે વાડી-ખેતરમાંથી વરસાદી પાણી વહેતા થયા છે. ગોવિંદપુર અને સુખપુર ગામના સ્થાનિક નદી નાળા વહેતા થયા છે. તો બીજી તરફ ગોવિંદપુર નજીક આવેલ એક ચેકડેમ પણ છલકાયો છે. આ સિવાય ધારી અને ગીરના વિસ્તારોમાં ભર ઉનાળે વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. સરસીયા, સૂખપુર, ક્રાંગસા, ગોવિંદપૂર, દલખાણીયા, મીઠાપુરમાં કમોસમી વરસાદ થયો. તો ગીર સોમનાથના વાતાવરણમાં પલટો આવ્યો છે. 


ગુજરાતના વિદ્યાર્થીઓએ યુનિવર્સિટી કે કોલેજમાં નહિ જવું પડે, શરૂ કરાશે ડિજીટલ યુનિ.


આજે સવારથી ધારી વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તે બાદ અમરેલીમાં પણ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. આ વિસ્તારમાં સવારથી જ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. જે બાદ કરા સાથે ભારે વરસાદ થતાં ભર ઉનાળે ચોમાસા જેવું વાતાવરણ જોવા મળ્યું હતું. ભારે પવન અને ગાજવીજ સાથે અમરેલીમાં વરસાદ પડતા કેરીના પાકને મોટું નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.


ગુજરાતમાં વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાઈ, આ વિસ્તારોમાં આગામી 5 દિવસ ખુબ જ ભારે!


બોટાદ શહેરના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદના કારણે વરસાદી પાણી ભરાયા હોવાની માહિતી મળી છે. શહેરના ભાવનગર રોડ, જ્યોતિગ્રામ સર્કલ, હીરાબજાર, અવેડાગેટ, રેલવે અંડર બ્રિજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાયા છે.  બોટાદ શહેર સહિત સમગ્ર જિલ્લામાં કમોસમી વરસાદ પડ્યો છે. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો સહિત રાહદારીઓ પરેશાન થઈ ચૂક્યા છે.


અડધી રાત્રે ચીસાચીસ, લોહીની પીચકારીઓ ઉડી, જાણો ત્રિપલ મર્ડર કેસની ધ્રુજાવતી કહાની


ભાવનગરમાં કમોસમી વરસાદ
હવામાન વિભાગની આગાહીના પગલે જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. ભાવનગર જિલ્લાના નવા ગામમાં ઝાડ પર વીજળી પડી છે. આજે બપોર બાદ ગાજવીજ અને કડાકા ભડાકા સાથે વીજળી ચમકારા પણ જોવા મળ્યા છે. વલ્લભીપુર તાલુકાના નવાગામ (ગાયકવાડ)માં ઝાડ પર વીજળી પડી છે. નવાગામની હાઈસ્કૂલમાં આવેલ લીમડાના ઝાડ પર વીજળી પડી છે. સદનસીબે શાળાનો સમય ન હોવાથી કોઈ નુકસાન થઈ નથી.


શ્લોક-મંત્રોચ્ચારમાં પારંગત રમેશભાઈ જાની 37 વર્ષે ફરી આપી રહ્યા છે ધો.10ની પરીક્ષા


બોટાદમાં વરસાદ
બોટાદ જિલ્લામાં વાતાવરણમાં પલ્ટો આવ્યો છે. બોટાદ જિલ્લાના ગઢડા તાલુકામાં ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. જિલ્લાના ગઢડા શહેર સહિત ગ્રામ્ય વિસ્તારમાં કડાકા ભડાકા અને પવનના સુસવાટા સાથે કરા સાથે કમોસમી વરસાદ વરસ્યો છે. પડવદર, સમઢીયાળા, સીતાપર , ઢસા, ગુદાળા, ઘોઘાસમડી, પાટણા, પીપરડી સહિતના ગામોમાં કરાનો વરસાદ થયો છે. કમોસમી વરસાદ થતા ધરતીપુત્રોમા ચિંતા પેઠી છે. બોટાદના રાણપુર શહેર તેમજ  ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ થયો છે. રાણપુરનાં કિનારા અણીયાળી કસ્બાતી, કેરીયા ધારપીપળા સહિતના વિસ્તારમાં વરસાદ વરસી રહ્યો છે. રાણપુર પંથકમાં વાતવરણમાં પલ્ટો આવ્યો છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જીરુ વરિયાળી, ઘઉં જેવા પાકોમાં ભારે નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે.