અમરેલીઃ અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાના પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના કેસમાં પોલીસે આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં પાટીદાર સમાજની એક યુવતી પાયલ ગોટી પણ હતી. પોલીસે આરોપીઓને લઈ ઘટનાનું રિકન્ટ્રક્શન કરવાના નામે યુવતીનો વરઘોડો કાઢ્યો હતો. ત્યારબાદ સમગ્ર રાજ્યમાં પાટીદાર સમાજે આ કાર્યવાહીનો વિરોધ કર્યો. તો આ ઘટનામાં રાજકીય રોટલા પણ શેકવામાં આવ્યા છે. પરંતુ આ ઘટનાથી યુવતી પાયલ ગોટી હીરો બની ગઈ છે. અને તેને નોકરીની પણ ઓફર થઈ ગઈ છે. ત્યારે શું છે સમગ્ર મામલો?...જુઓ આ અહેવાલમાં....


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલીના ધારાસભ્યના નકલી લેટરથી તેમની પ્રતિષ્ઠાને હાની પહોંચાડવાના કેસમાં પોલીસે જે કાર્યવાહી કરી તેના વિરોધે રાજકીય રંગ પકડી લીધો. કોંગ્રેસ અને આપના કાર્યકરોને તો જાણે નવો મુદ્દો જ મળી ગયો. રાજ્યના અલગ અલગ શહેરોમાં ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ક્યાંક આવેદનપત્રો આપવામાં આવ્યા. તો ક્યાંક પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તો કોંગ્રેસ અને આપના કાર્યકરોએ ઉગ્ર સુત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું. સોશિયલ મીડિયા પર પણ પાટીદાર સમાજની યુવતી પાયલ ગોટીના સમર્થનમાં વોર જોવા મળ્યું છે.


તો પોલીસે જે પાયલ ગોટીની ધરપકડ કરી હતી. તેના પર કોર્ટમાં સુનાવણી થઈ અને કોર્ટે જામીન પણ મંજૂર કરી દીધા. જ્યારે કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે દિનેશ બાંભણિયા અને ગોપાલ ઈટાલિયા પણ હાજર રહ્યા હતા. કોર્ટે તો જામીન આપી જ દીધા. તો પાયલને જાણે આ વિવાદ ફળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવાની ઓફર કરવામાં આવી છે. મધ્યસ્થ સહકારી બેંક બોર્ડની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો. જેમાં દિલીપ સંઘાણીએ આ પાયલને નોકરી આપવાની ઓફર કરી છે.


પાયલને ફળ્યો વિવાદ! 
અમરેલી જિલ્લા મધ્યસ્થ સહકારી બેંકમાં નોકરી આપવાની ઓફર
મધ્યસ્થ સહકારી બેંક બોર્ડની બેઠકમાં ઠરાવ કરવામાં આવ્યો
દિલીપ સંઘાણીએ આ પાયલને નોકરી આપવાની ઓફર કરી 


લેટરકાંડ બાદ પોલીસની કાર્યવાહી મામલે ગુજરાતમાં જોરદાર રાજકારણ પણ જોવા મળ્યું. મામલો સામાજિક બનતાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ઝંપલાવ્યું. અનેક જગ્યાએ વિરોધ પ્રદર્શન કર્યું. તો ઈફ્કોના ચેરમેન દિલીપ સંઘાણી પાયલ ગોટીને મળ્યા હતા. અમરેલી જેલમાં સંઘાણીએ પાયલ સાથે મુલાકાત કરી હતી. તો ગુરુવારે કોંગ્રેસ નેતા જેની ઠુમ્મર પણ પાયલને મળવા પહોંચ્યા હતા. કોંગ્રેસ અને આપના નેતાઓ અને કાર્યકરોએ ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી નવો રાજકીય રંગ આપવાનો પ્રયાસ કર્યો.


ભવિષ્યમાં કોઈ દીકરીનું સરઘસ પોલીસ ન કાઢે તેવી માગણી કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે, અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટરકાંડ બાદ પોલીસે આરોપીઓની ધરપકડ કરી. આ કેસમાં પાયલ ગોટી પણ આરોપી છે. પોલીસે જ્યારે આરોપીઓને લઈને ઘટનાના રિકન્ટ્રક્સન માટે પહોંચી હતી ત્યારે તેને કથિત વરઘોડા સાથે જોડીને નવા વિવાદને જન્મ આપવામાં આવ્યો...પાટીદાર સમાજમાં આ કાર્યવાહીથી રોષ જોવા મળ્યો...જો કે હવે પાયલને જામીન મળી ગયા છે. પરંતુ પાટીદાર સમાજ પાયલનું નામ ફરિયાદમાંથી કાઢવા માટે માગ કરી રહ્યો છે. ત્યારે આ કેસમાં આગળ શું થાય છે તે જોવું રહ્યું.