કેતન બગડા, અમરેલીઃ  સમગ્ર ગુજરાતમાં વરસાદ ખેંચાતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે. આગોતરો વરસાદ સારો હતો તેને લઈને અમરેલી જિલ્લાના ખેડૂતોએ આગોતરી વાવણી કરી દીધી પરંતુ વરસાદ ખેંચાતા હવે પાક સુકાવાનો ડર ઉભો થયો છે. પાછલા વર્ષની તુલનામાં આ વર્ષે સમગ્ર રાજ્યમાં વરસાદ ઓછો થયો છે. રાજ્યની વાત કરીએ તો હજુ 45 ટકા જેટલા વરસાદની ઘટ છે. બીજીતરફ વરસાદ ખેંચાવાને કારણે નર્મદા કેનાલમાંથી પણ ખેડૂતોને પાણી મળી રહ્યું નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લાના ખેડૂતો ચિંતિત
ગત વર્ષ કરતા આ વર્ષે મેઘરાજા સમગ્ર ગુજરાતમાં મનમુકીને વરસ્યા નથી, તેને લઈને જગતનો તાત ખૂબ જ મુશ્કેલીમાં મુકાયો છે. અમરેલી જિલ્લાની વાત કરીએ તો અમરેલી જિલ્લામાં આગોતરો વરસાદ ખૂબ જ સારો હતો આગોતરા વરસાદને લઇને ખેડૂતોએ કપાસ, મગફળી, સોયાબીન, ડુંગળી અને અન્ય જણસોનું વાવેતર કરી દીધું હતું. પરંતુ વચ્ચેના સમયમાં વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ખેડૂતો વરસાદની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને ખેતરમાં રહેલો પાક સુકાવા લાગ્યો હતા. અમરેલી જિલ્લામાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદ થતાં ખેતરમાં રહેલા મોલાતને નવું જીવતદાન મળ્યું છે. જો આ વરસાદ વધુ ખેંચાયો હોત તો કપાસ, મગફળી, સોયાબીનનો પાક કદાચ નિષફળ જાત. ત્યારે ખેતરોમાં રહેલા કુવામાંથી ખેડૂતો મોલાતને પાણી આપતા હતા.


આ પણ વાંચોઃ જળસંકટના ભણકારા : ચોમાસાની અડધી સીઝન વીતી છતાં કોરુંધાકોર છે આખું ગુજરાત 


તૌકતે વાવાઝોડાની અસર વરસાદ ઉપર આ વર્ષે પડી હોય તેવું લાગી રહ્યું છે. જિલ્લામાં આગોતરો વરસાદ ખુબજ સારો હતો. પરંતુ એક મહિના ઉપરથી વરસાદ ના આવતા ઉભો પાક ખેતરોમાં મુરજાય ગયો હતો. ખેડૂતો ભગવાનને પ્રાર્થના કરી રહ્યા હતા કે હવે વરસાદ આવેતો પાક ને ફાયદો થાય. ત્યારે છેલ્લા ત્રણ ચાર દિવસથી વરસાદ આવતા ખેડૂતોના પાકને ફાયદો થયો છે.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube