Amreli News અમરેલી : સુરાગપરા ગામેં બોર માં પડેલી બાળકી આરોહી આખરે જીવન સાથેની લડાઈ હારી ગઈ. એનડીઆરએફ અને અમરેલી ફાયર વિભાગ દ્વારા આરોહીને બોરમાંથી બહાર કાઢવામાં સફળતા તો મળી, પણ બાળકી જીવિત ન રહી. 17 કલાક આરોહીને બોર માથી જીવિત કાઢવા માટે ઓપરેશન ચાલ્યું હતું. આખરે આરોહીના મૃતદેહ બોરમાંથી બહાર લાવવામાં આવ્યોહ તો. આરોહી મોત સામેની જંગ હારી ગઈ. હેલ્થ વિભાગના અધિકારીઓએ આરોહિની તપાસ બાદ તેને મૃત જાહેર કરી છે. સ્થાનિક તંત્ર, અમરેલી ફાયર વિભાગ અને એન ડી.આર.એફની ટીમની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે. ......


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી સુરગપરામાં બોરવેલમાં ફસાયેલી બાળકીનું રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આરોગ્ય, ફાયર વિભાગ અને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 45થી 50 ફૂટ ઉંડા બોરવેલમાં પડેલી બાળકીને બચાવવા પ્રયાસ કરવામાં આવ્યા હતા. શુક્રવારે બપોરે અંદાજિત સાડા 12 વાગ્યે બાળકી બોરવેલમાં પડી હતી. દોઢ વર્ષીય આરોહી પરપ્રાંતીય ખેતમજૂરની બાળકી છે. 108ની ટીમે બોરવેલમાં ઓક્સિજન સપ્લાય કર્યું હતું. ફાયર વિભાગે બોરવેલમાં તપાસ માટે કેમેરા ઉતાર્યા. બાળકીને કાઢવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. બાળકીને બચાવવા મટે રોબોટને બોરવેલમાં ઉતારાયો હતો. પરંતુ જીવન-મરણ વચ્ચે ઝોલા ખાઇ રહેલી આરોહી આખરે બચી શકી ન હતી. 


ગેનીબેનના ગઢ બનાસકાંઠામાં હારની જવાબદારી સ્વીકારી પાટીલે, કહી દીધી મોટી વાત


  • આરોહીને બચાવવા 17 કલાક ઓપરેશન 

  • દોઢ વર્ષની આરોહી બોરવેલમાં ફસાઈ હતી

  • 50 ફૂટ નીચે ફસાઈ છે નાનકડી બાળકી 

  • યુદ્ધના ધોરણે ચલાવાયું હતું રેસ્ક્યુ ઓપરેશન 

  • કેમ વારંવાર બને છે આવી ઘટનાઓ?

  • નિયમનું ઉલ્લંઘન કરનારા સામે કાર્યવાહી ક્યારે?


બોરવેલ ખુલ્લો રાખો એક મોટું પાપ  
અમરેલીમાં બોરવેલમાં બાળકી ફસાવા મામલે સુરતમાં શિક્ષણ મંત્રીનું મોટું નિવેદન આવ્યું છે. મંત્રી પ્રફુલ પાનસેરિયાએ કહ્યું કે, આવા બોરવેલ ખુલ્લા રાખનાર સામે કાયદેસરની કાર્યવાહી થશે. આ ઘટના ખૂબ દુઃખદ છે. આ બોરવેલ ખુલ્લો રાખવો એક મોટું પાપ છે. બાળકોના જીવ જોખમમાં મુકતા હોય છે. આવી ઘટના પહેલા બનેલી ત્યારે શિક્ષકોને આહવાન કરવામાં આવ્યું હતું. બાદમાં 35 બોરવેલો પુરવામાં આવ્યા હતા. જો કોઈના બોરવેલ ખુલ્લા હોય તો અમને કહેજો અમે પુરી દઈશું. 


ગૌતમ અદાણીએ ખરીદી વધુ એક સિમેન્ટ કંપની, કરોડોમાં ડીલ ફાઈનલ થઈ


ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં ખુલ્લા બોરવેલમાં બાળકો બોરવેલમાં ફસાઈ જવાની વારંવાર ઘટનાઓ બની રહી છે. તેમ છતાં પણ ખુલ્લા બોરવેલ છોડનારા લોકો સામે કોઈ જ કાર્યવાહી થતી નથી. કાર્યવાહી ન થતી હોવાને કારણે જ અવાર નવાર માસુમે મોત અને જિંદગ વચ્ચે જંગ ખેલવો પડે છે. ઘણા કિસ્સામાં ફસાયેલું બાળક મોતને પણ ભેટે છે. તો કેટલાક કિસ્સામાં રેસક્યુ ઓપરેશન સફળ થાય છે. અહીં સવાલ એ ઉઠી રહ્યા છે કે કેમ વારંવાર આવી ઘટનાઓ બને છે? ખુલ્લા બોરવેલ રાખી શકાતા નથી. બોરવેલ બંધ થઈ ગયા બાદ તેનું પુરાણ કરી દેવાનું હોય છે. પરંતુ કોઈ જ કામગીરી કેમ થતી નથી?. અને તેના જ કારણે નાના બાળકો તેમાં પડી જવાની ઘટના બનતી રહે છે. થોડા વર્ષો પહેલા જામનગરના એક ગામમાં પણ આવી જ ઘટના બની હતી. અહીં સવાલ એ છે કે નિયમ હોવા છતાં નિયમનું પાલન નહીં કરનારા લોકો સામે કાર્યવાહી કેમ થતી નથી? આવી ઘટનાઓમાં એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી કરાઈ હોય તેવું જાણવા મળ્યું નથી.


બોરવેલમાં જ્યારે કોઈ બાળક ફસાઈ જાય ત્યારે તેના પર શું વિતતું હશે તેનો વિચાર કરવો જોઈએ. નાનકડું બાળક તેના માતા વગર એક પલ ન રહી શકે તે ખાધા-પીધા વગર અનેક કલાકો સુધી કેવી રીતે બોરવેલમાં રહી શકે? ખુલ્લા બોરવેલ રાખનારા લોકો સામે તંત્રએ કડક કાર્યવાહી કરવી પડશે. ખાસ આવા લોકો સામે પોલીસ ફરિયાદ પણ દાખલ કરવી જોઈએ. તો જ અવાર નવાર બનતી આવી ઘટનાઓ અટકશે.


ગુજરાતના આ શહેરમાં જમીનના ભાવમાં મોટો કડાકો બોલાશે, સરકારે રદ કર્યો મોટો પ્લાન