ગુજરાતની આ સરકારી શાળાને એવોર્ડ આપવો પડે... ચોમાસામાં પાણી આવે, ઉનાળામાં તાપ આવે અને શિયાળામાં ઠંડી લાગે
right to education : ગુજરાતમાં શિક્ષણનું સ્તર સાવ તળિયે ગયું, જ્યા એક તરફ ગુજરાત સરકાર બણગા ફૂંકે છે, ત્યાં બીજી તરફ વિદ્યાર્થીઓ જર્જરિત શાળામાં ભણવા મજબૂર બન્યા છે
કેતન બગડા/અમરેલી :અમરેલીના બગસરા તાલુકાના હાલરિયા ગામની પ્રાથમિક સ્કૂલ જર્જરિત હાલતમાં છે. અહીં શાળાની સંખ્યા 170 થી વધારે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. પરંતુ સ્કૂલના ઓરડા જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓને શાળાના મેદાનમાં અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.
અમરેલી જિલ્લાના બગસરા તાલુકાના હાલરિયા ગામની પ્રાથમિક સ્કૂલ જર્જરિત બની ગઈ છે. અહીં વિદ્યાર્થીઓને સ્કૂલ જર્જરિત હોવાથી બહાર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. સરકાર દ્વારા ‘ભણશે ગુજરાત આગળ વધશે’ ગુજરાત સ્લોગન આપ્યું છે, પરંતુ અનેક સરકારી શાળાઓ ખંડેર હાલતમાં જોવા મળી રહી છે. વિદ્યાર્થીઓને જીવના જોખમે સ્કૂલના મેદાનમાં જ બહાર ભણી રહ્યા છે. ગામ લોકોનું માનીએ તો, શાળાના શિક્ષકો અભ્યાસ સારો કરાવી રહ્યા છે, પણ સુવિધાનો અભાવ છે. હાઈસ્કૂલના 6 જેટલા ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. તેને તંત્ર દ્વારા રદ કરવામાં આવ્યા છે. તો બીજી બાજુ ચાર ઓરડા સ્લેબવાળા છે, તે પણ જર્જરિત બન્યા છે. માથે પોપડા પડે છે. વરસાદ દરિમયાન ઉપરથી પાણી પડવાની સમસ્યા સર્જાઇ છે. અહીંના શિક્ષકો દ્વારા સ્કૂલના નવા ઓરડા બનાવવાની ઘણા સમયથી માંગ પણ કરી છે. પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા સ્કૂલના શિક્ષકોની માંગણી સ્વીકારવામાં આવી નથી અને વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં મુકાયું છે.
આ પણ વાંચો : સુરતની હોળી લવલી વગર અધૂરી, જાણો કોણ છે આ પદમણી નાર અને રૂપ રૂપનો અંબાર
આ સ્કૂલના વિદ્યાર્થીઓના વાલી પણ આ બાબતે અનેક વખત રજુઆત કરી છે. વાલી દ્વારા તંત્રને પણ જાણ કરવા છતાં ઓરડાઓ જર્જરિત હાલતમાં છે. હાલ તો ઉનાળાનો સમય છે ત્યારે વિદ્યાર્થીઓને નાછૂટકે સ્કૂલના મેદાનમાં તાપમા બેસીને અભ્યાસ કરી રહ્યા છે. જર્જરિત ઓરડાઓને લઈને વાલીઓ પણ ચિંતિત છે.
જો હાલરિયા ગામની પ્રાથમિક સ્કૂલમાં ઓરડાઓ આવી રીતે જર્જરિત રહેશે તો હાલરિયા ગામના વિદ્યાર્થીઓને નાછૂટકે બહારગામ અથવા તો ખાનગી સ્કૂલમાં અભ્યાસ કરવાનો વારો આવશે. ત્યારે અહીંના વાલીઓની માંગ છે કે તાત્કાલિક સ્કૂલના નવા ઓરડા બનાવવામાં આવે. ત્યારે અધિકારી સાથે વાત કરતા જણાવ્યું હતું કે, સ્કૂલના નવા ઓરડાઓની માંગ ઘણા સમયથી કરી છે. પરંતુ આજદિન સુધી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી. સ્કૂલમાં ચાર ઓરડા નવા બનાવેલા છે. પરંતુ તે ચાર ઓરડા પણ ખરાબ હાલતમા છે. આથી વિદ્યાર્થીઓને સેફ્ટી માટે બહાર બેસાડીને અભ્યાસ કરાવવો પડે છે. જ્યારે અમરેલી જિલ્લા શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે, અમરેલી જિલ્લામાં 300 ઉપરાંત ઓરડાઓની ઘટ છે. હાલરિયા પ્રાથમિક સ્કૂલ ઉપર રજૂઆત કરી દીધી છે અને ચાર ઓરડાઓ માટે રીનોવેશન ની મંજૂરી પણ માગવામાં આવી છે.
બગસરા તાલુકાના હાલરિયા ગામની પ્રાથમિક શાળાની સ્થિતિ ખરાબ હાલતમાં છે. શાળાના વિદ્યાર્થીઓને નાછૂટકે શાળાના ગ્રાઉન્ડમાં કરવો પડે છે. ત્યારે હવે આ શાળા એવી અનોખી શાળા બની છે કે, જેમાં ચોમાસામાં પાણી આવે છે, ઉનાળામાં સીધો તડકો આવે છે અને શિયાળામાં કડકડતી ઠંડી અનુભવાય છે.