અમરેલી : શહેરમાં ધોળા દિવસે ફાયરિંગની ઘટના સામે આવી છે. બુલેટ પર આવેલા બે માથાભારે શખ્સોએ શહેરમાં આવેલા રામજી મંદિર નજીક આવેલી બિપિન ટેઇલર નામની દરજીની દુકાન પર ફાયરિંગ કરતા ચકચાર મચી છે. જો કે બંન્ને ફાયરિંગ કરીને ફરાર થઇ જતા પોલીસે તેમને ઝડપીને ચક્રોગતિમાન કર્યા છે. બીજી તરફ ઇજાગ્રસ્ત દુકાનદારને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રામજીમંદિર નજીકના બિપિન ટેલર નામની દરજીની દુકાનમાં બે માથાખારે શખ્સોએ દુકાનદારને માર માર્યા બાદ એક રાઉન્ડ ફાયરિંગ પણ કર્યું હતું. ફાયરિંગની ઘટનામાં આસપાસના લોકો એકત્ર થઇ ગયા હતા. થોડા સમય માટે અફડાતફડી ફેલાઇ હતી. ફાયરિંગ બાદ બંન્ને વચ્ચે ચાલી રહેલી માથાકુટ બાદ લોકોના ટોળેટોળા એકત્ર થયા હતા. 


ફાયરિંગની ઘટના બની હોવાની જાણ સ્થાનિકોએ પોલીસને કરી હતી. ઘટના અંગે માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. જ્યાં પોલીસે એક ફૂટેલી કારતુસ કબ્જે કરી હતી. હૂમલામાં ઘાયલ બિપિનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યારે ઘટના સ્થળ પરના સીસીટીવી ફુટેજ કબ્જે કરીને બંન્નેની ઓળખ કરીને ધરપકડ માટેના ચક્રગતિમાન કર્યા છે. દુકાનદારની ફરિયાદ લેવા માટે પણ ચક્રોગતિમાન કર્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube