કેતન બગડા/અમરેલી :ગુજરાતમાં સાયબર ક્રાઈમની ફરિયાદો વધી રહી છે. આ વચ્ચે હનીટ્રેપના કિસ્સા પણ વધી રહ્યાં છે. ત્યારે અમરેલીના સાંસદ નારણ કાછડીયા હનીટ્રેપનો શિકાર બન્યા છે. સાંસદ નારણ કાછડીયાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપવામાં આવી. જેથી તેમણે સાયબર ક્રાઈમ વિભાગમાં ફરિયાદ કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી સાંસદના મોબાઈલમાં અશ્લીલ વીડિયો કોલ આવ્યો હતો. આ કોલ તેમનાથી રિસીવ થઈ ગયો હતો. ફોન રિસીવ થતા જ સ્ક્રીન પર અશ્લીલ હરકતો થવા લાગી હતી. અજાણ્યા નંબર પરથી વીડિયો કોલ આવતા રિસીવ કરતા વીડિયો કોલમાં અશ્લીલતા દેખાતા સાંસદે વીડિયો કોલ કટ કર્યો હતો. જેનો આરોપીઓએ સ્ક્રીન શોર્ટ લીધો હતો. આરોપીએ સાંસદ નારણ કાછડીયાને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી. 



જેથી સાંસદ નારણ કાછડીયાના પી.એ. દ્વારા અમરેલી સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી. સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદના આધારે તપાસ હાથ ધરાઈ છે.