Amreli Crime News કેતન બગડા/અમરેલી : અમરેલીના નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક સગીરાએ સાથે મળીને એવું ઓનલાઈન શોપિંગ કર્યું કે પોલીસ દોડતી થઈ. યુવકોએ ઓનલાઈન શોપિંગ ફેસેલિટીનો ગજબનો ફાયદો ઉઠાવ્યો. લોકો પોતાના કામની વસ્તુઓ ઓનલાઈન શોપિંગમાં મંગાવે, કોઈ જીવન જરૂરિયાતની વસ્તુઓના બદલે બનાવટી ચલણી નોટો જ મંગાવી લે તો! અને એ પણ કેશ ઓન ડિલીવરી. અમરેલીમાં જે થયું તેનાથી સતર્ક થઈ જવું પડે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓનલાઈન શોપિંગ કરવાનો આજકાલ જબરો ક્રેઝ છે, પગરખાંથી લઈને લીંબુપાણી સુધી આપણે ઓનલાઈન મંગાવી લઈએ છીએ. પરંતુ અમરેલી તાલુકાના નાના ભંડારીયા ગામનાં બે યુવાનો અને એક બાળ કિશોરે એ તો હદ જ કરી નાંખી. અમરેલી એસઓજીના જાપ્તામાં રહેલ આ બંને યુવાનો અને એક ટાબરિયાની ત્રીપુટીએ બનાવટી ભારતીય ચલણી નોટો જ ઓનલાઈન ઓર્ડર કરી દીધી, એ પણ થોડી ઘણી નહી. બે લાખની.


સોશિયલ મીડિયા પર ફેક કરન્સી નામની એક રીલ્સ જોયા બાદ આ ત્રિપુટીએ જે તે વેબસાઈટનો સંપર્ક કરીને બે લાખ ની બનાવટી ચલણી નોટોનો ઓર્ડર પણ આપી દીધો. જેમાં કેશ ઓન ડિલીવરીમાં 50 હજાર ચૂકવીને 2 લાખની બનાવટી નોટો મેળવી હતી. જોકે આ ત્રિપુટી આખરે અમરેલી એસઓજીના હાથે ઝડપાઇ ગઈ છે. હાલ આરોપીઓ પાસેથી રૂપિયા ૨૦૦ ના દરની ૮૩ નોટો અને રૂપિયા ૫૦૦ ના દરની ૧૯૭ બનાવટી ચલણી નોટો જપ્ત કરી છે. જેની માર્કેટ કિંમત ૧,૧૫,૧૦૦ થાય છે. તેમજ એક ફોન મળી કુલ ૧,૩૩,૧૦૦ નો મુદ્દામાલ કબજે કર્યો છે.


આ પણ વાંચો : 


આ શાળામાં ભણવા માટે ફી આપવી નથી પાડતી, પરંતુ શાળા દર મહિને આપે છે 5000 રૂપિયા


અમરેલીના નાના ભંડારીયા ગામનાં આરોપીઓ : 
(૧) અમિત વિનુભાઇ માધડ ઉવ.-૨૧, ધંધો-પ્રા.નોકરી, રહે.ભંડારીયા, તા.જિ.અમરેલી
(૨) કાયદાનાં સંધર્ષમાં આવેલ બાળકિશોર, ૧૬ વર્ષ ૯ માસ ૧૩ દિવસ ધંધો-મજુરી, રહે, ભંડારીયા, તા.જિ.અમરેલી
(૩) ધર્મેશભાઇ દાનાભાઇ રાઠોડ, ઉંવ-૨૩. ધંધો-હીરા ધસવાનો, રહે.સાળવા દલીતવાસ, તા.ખાંભા, હાલ રહે.સુરત, કતારગામ, શ્યામ મારબલની બાજુમાં, તીવારી શેઠનાં હીરાનાં કારખાનામાં તા.જિ.સુરત..


અમરેલી એસઓજીના પીઆઈ એસજી દેસાઈએ જણાવ્યું કે, આ તમામ આરોપીઓએ ૨ લાખ રૂપિયાની કિંમતની બનાવટી ભારતીય ચલણની નોટો ઓનલાઈન મંગાવી હતી. જેમાંથી એસઓજી પોલીસને ૧,૧૫,૧૦૦ ની કિંમતની બનાવટી નોટો કબજે કરી છે. આ સિવાયની અન્ય બનાવટી ચલણી નોટો આરોપીઓ એ ક્યાં ખર્ચ કરી તે માટે આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.


આ પણ વાંચો : 


અમદાવાદીઓને મળશે ટ્રાફિક જામમાંથી મુક્તિ, નવો બ્રિજ આજથી ખુલ્લો મૂકાયો