કેતન બગડા/અમરેલી: જિલ્લામા જાફરાબાદ તાલુકામા 36 ગામડામાં મનરેગાનું રૂ. 3,30,26,548ની ઉચાપતની પોલીસમાં TDOએ ફરિયાદ નોંધાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે. 4 વર્ષ પહેલાના કૌભાંડનો આજે પર્દાફાશ થયો છે, ત્યારે કેવી આ સમગ્ર કૌભાંડ આચરતા હતા તે હાલ ચર્ચાનો વિષય બન્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજય સરકારની યોજનાનું સૌરાષ્ટ્રમાં આવેલ અમરેલી જિલ્લામાં સૌથી મોટું કૌભાંડ બહાર આવ્યું છે. શ્રમિક પરિવારની મનરેગા યોજનાનું વર્ષ 2015માં આચરેલા કૌભાંડનો આજે ભાંડો ફૂટતા ખળભળાટ મચી ગયો છે. અમરેલી જિલ્લામાં આવેલ જાફરાબાદ તાલુકાના કુલ 36 જેટલા ગામડામાં મનરેગા યોજનામાં કરોડો રૂપિયાનું કૌભાંડ આચાર્યાની પોલીસ ફરિયાદથી ખળભળાટ મચી ગયો છે. આ કૌભાંડ 2015 થી લઈ 2019 સુધીમા સરકારના પેસાનું કૌભાંડ થયુ હતું.


આ બનાવની વિગતો એવી છે કે જાફરાબાદ તાલુકા પંચાયતના ટી.ડી.ઓ વિજય સોનગરાએ જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં સરકારની મનરેગા યોજના અંતર્ગત સોંપવામાં આવેલી કામગીરી દરમ્યાન હિસાબી વર્ષ અને 2015થી લઈ 2019ના સમયગાળા દરમ્યાન જાફરાબાદ તાલુકાના 36 જેટલા અલગ અલગ ગામડામાં મનરેગા યોજના લાભાર્થીઓના નામે ડૂબલીકેટ જોબ કાર્ડ બનાવવામાં આવ્યા હતા, તે જોબકાર્ડ ધારક સિવાયના અન્ય બીજા વ્યક્તિઓના બેન્ક એકાઉન્ટ ખોલી લાભાર્થીઓના નામના ખોટા દસ્તાવેજો બનાવી ખોટું રેકડ ઉભું કરી રેકડ ખોટું બનાવટી હોવાનું જાણવા છતાં સાચા રેકડ તરીકે ઉપયોગ કરી પરસ્પર એક બીજાને સમાન ઈરાદો પાર પાડવા પૂર્વ આયોજિત કાવતરું રચવામાં આવ્યું છે. સરકારી સતાનો દૂર ઉપયોગ કરી જિલ્લા વિકાસ એજન્સી અમરેલી આઈ.ડી.પાસવોર્ડનો દૂર ઉપયોગ કરી મનરેગા યોજનાના સરકારી નાણાનો પોતાના અંગત લાભો માટે સરકારી નાણા રૂ.3,30,26,548ની ઉચાપત કરવામાં આવી છે. સરકાર સામે વિશ્વાસઘાત ઠગાઈ કરી એક બીજાને મદદ કરી ગુન્હો આચર્યાની જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં તાલુકા વિકાસ અધિકારી (TDO) દ્વારા ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી ગયો છે.


કૌભાંડ આચરનારા આરોપી કોણ છે?
4 કરાર આધારિત કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાય
1)શક્તિસિંહ ઘનશ્યામ સિંહ જાડેજા આસિસ્ટન પ્રોગ્રામ ઓફિસર મનરેગા શાખા રે.જાફરાબાદ
2)વિમલ સિંહ એન.બચન હિસાબી સહાયક મનરેગા યોજના રે.અમરેલી
3) જીજ્ઞેશ રમેશભાઈ વડીયા એમ.આઈ.એસ મનરેગા રે.જાફરાબાદ
4) અશ્વિન ભૂપતભાઈ શિયાળ રે.વાંઢ ટેક્નિકલ આસિસ્ટન મનરેગા યોજના


આ ચારેય કરાર આધારિત જે તે સમયે કર્મચારીઓ હતા. તેના આધારે તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વિવિધ ગામડામાં લાભાર્થીઓ નામે ડૂબલીકેટ જોબનકાર્ડ બનાવી ખોટા ચુકવણા કરી સરકારને નુકસાન પહોંચાડી ઠગાઈ કર્યાની ફરિયાદ નોંધાય છે. આ ફરિયાદ પહેલા તપાસ ટીમની પણ રચના કરવામાં આવી હતી. જોકે આ તપાસ છેલ્લા 4 વર્ષથી ચાલતી હતી. પરંતુ પોલીસ ફરિયાદ નોંધાવવામાં આ કૌભાંડ એટલું ગૂંચવાયેલું હોવાને કારણે અધિકારીઓ અટવાય જતા હતા. જેના કારણે ખૂબ સમય લાગ્યો, 9 પેઈઝની એફ.આઈ.આર નોંધવામાં આવી છે. 


હાલ જાફરાબાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે અને વધુ પોલીસની ટીમો તપાસ અર્થે જોડાય શકે છે. જેમા 36 ગામડામાં આ તપાસ પહોંચશે. જેમા 36 જેટલા ગામડાના સરપંચોથી લઈ તલાટી મંત્રી જે તે સમયના તાલુકા વિકાસ અધિકારી સુધી આ પોલીસ તપાસ પહોંચવાની છે. જેમાં પૂછપરછ કરી નિવેદનો લેવામા આવશે. તલાટી મંત્રી સરપંચોની પણ પૂછપરછ કરવામા આવશે. જે ગેરરીતીમાં સંડોવાયેલા હશે તેની સામે પોલીસ વધુ કાર્યવાહી કરી ધરપકડ પણ કરશે.