અમરેલીનો `બાપ` કાઠી દરબાર બોલું, 10 લાખ રૂપિયા આપવાં પડશે: પોલીસે જેલમાં ખંડણી આપી!
પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.
અમરેલી : પેટ્રોલપંપ માલિકને ધમકી આપી એસપી નિર્લિપ્ત રાયને પણ ના ગાંઠતો હોવાનો દાવો કરનારો ખંડણીખોર અંતે બિલાડી બની ગયો. પેટ્રોલપંપ માલિકની ફરિયાદ બાદ આ ફરાર ખંડણીખોરને પોલીસે દબોચી લીધો છે. અમરેલી પોલીસ જાપ્તામાં નીચી મૂંડી રાખીને બેઠેલો આ જ શખ્સ છે છત્રપાલસિંહ વાળા. લાઠીરોડ પરના પેટ્રોલ પંપને આ ખંડણીખોર પોતાની ઓળખ આપી ધમકી આપી રહ્યો છે અને 10 લાખની ખંડણી ન આપે તો ફાયરિંગ કરવાની ધમકી આપી હતી.
અમરેલીના એસીપીને પણ જાણે ગાંઠતો ન હોય તેવો તેનો દાવો હતો પણ તેની હવા અત્યારે નીકળી ગઈ છે. કારણ કે પેટ્રોલ પંપ માલિકને જ્યારે ધમકીભર્યો ફોન કર્યો ત્યારે તેણે અમરેલીના SP નિર્લિપ્ત રાય પણ તેને પકડીને થોડા ડંડા મારીને જામીન પર છોડી દેશે તેવું નિવેદન આપ્યું. અને ત્યારબાદ પેટ્રોલપંપ માલિકની રક્ષા કોણ કરશે તેવું જણાવ્યું હતું.
વાયરલ થયેલી ઓડિયો ક્લિપનાં કેટલાક અંશો...
છત્રપાલ વાળા: છત્રપાલસિંહ વાળા બોલું, કોણ બોલું?
પેટ્રોલ પંપ માલિક: હાં, છત્રપાલભાઈ વાળા બોલો
છત્રપાલ વાળા: ઓળખાણ પડી?
પેટ્રોલ પંપ માલિક: ના, ક્યાં રયો છો આપ સાહેબ?
છત્રપાલ વાળા: અમરેલીનો કાઠી દરબાર બોલું છત્રપાલ વાળા
પેટ્રોલ પંપ માલિક: હા બરોબર
છત્રપાલ વાળા: નારણ કાછડિયા છે ને સાંસદ? એની... એના છોકરા હાતું થી, ઈ બોલું છું
પેટ્રોલ પંપ માલિક: હા બોલોને, શું અમારી ફરિયાદ આવી?
છત્રપાલ વાળા: પેટ્રોલ પંપ શાંતિથી હાંકવો છે?
પેટ્રોલ પંપ માલિક: હા...
છત્રપાલ વાળા: સિક્યુરિટી હેલ્પ જોઈતી છે છોકરાઓની? આપશે પોલીસ?
પેટ્રોલ પંપ માલિક: ના ના શું થયું? ભૂલ શું થઈ અમારી?
છત્રપાલ વાળા: ભૂલ કાંઈ નથી થઈ
પેટ્રોલ પંપ માલિક: તો?
છત્રપાલ વાળા: પૈસા જોતા, 10 લાખ રૂપિયા જોતા
પેટ્રોલ પંપ માલિક: કોને?
છત્રપાલ વાળા: મારે, અમરેલીનો બાપ બોલું છત્રપાલ વાળા
પેટ્રોલ પંપ માલિક: શેનું શું કરવાનું છે?
છત્રપાલ વાળા: પૈસા જોતા 10 લાખ રૂપિયા SP નિર્લિપ્ત રાય પાસે જાવું છે?
પેટ્રોલ પંપ માલિક: મારી પાસે હોવા જોઈએ ને પણ
છત્રપાલ વાળા: 16 ગુના છે, કેટલા છે? અને કદાચ SP નિર્લિપ્ત રાય સામે 17મો ગુનો કરશું ને તોય ધોકા જ મારશે અને બીજે દિ જામીનમાંથી છૂટી જાશું કે મોટો ગુનો-મર્ડર તો કર્યું નથી. પછી છોકરાઓની તમારી સિક્યોરિટી કોણ? એટલે શું કરવાનું છે?
પેટ્રોલ પંપ માલિક: શેનું પણ શું કરવાનું છે?
છત્રપાલ વાળા: પૈસા દેવાના છે 10 લાખ રૂપિયા કે પેટ્રોલપંપ પર ફાયરિંગ કરાવું?
પેટ્રોલ પંપ માલિક: કરાવો ને તમતારે કાંઈ નથી દેવાના
છત્રપાલ વાળા: તારી....હવા છે ને....તો તું......પોલીસ હારે રાખજે કાં તો સિક્યોરિટી હારે રાખજે. તારું નામ શું?
પેટ્રોલ પંપ માલિક: હિતેશભાઈ
છત્રપાલ વાળા: તો... તું ફાયરિંગ વગર નઈ માન
પેટ્રોલ પંપ માલિક: કાંઈ વાંધો નહીં
છત્રપાલ વાળા: એમ ને
પેટ્રોલ પંપ માલિક: હા
છત્રપાલસિંહ વાળા: તો...તારી.....જો બંદૂક ના ફોડું ને ત્રણ દિની અંદર, તો તું મને કેજે, તું મને ઓળખતો નથી. આવા SP નિર્લિપ્ત રાયની અંદર જો કાઠી દરબાર ફોન કરતો હોય ને તો......માનજે બાપ જ હોય.
પેટ્રોલ પંપ માલિક: બરોબર છે
છત્રપાલસિંહ વાળા: તો તારે નથી દેવાને?
પેટ્રોલ પંપ માલિક: નઈ
છત્રપાલસિંહ વાળા: પાક્કું?
પેટ્રોલ પંપ માલિક: હા પાક્કું
તેના આ ધમકીના સૂરને પેટ્રોલપંપ માલિકે સાંભળ્યા નહીં અને સ્વરક્ષા માટે તાત્કાલિક પોલીસ ફરિયાદ નોંધાવી દીધી. પોલીસે પણ અલગ અલગ ટીમ બનાવી ગોંડલ નજીક મોવિયા ગામથી તેને દબોચી લીધો છે. ગુનાહિત ઈતિહાસ ધરાવતા 35 વર્ષના છત્રપાલ વાળા સામે 10 વર્ષમાં અમરેલી, રાજુલા, પીપાવાવ તેમજ અમરેલી સીટીમાં જુદી જુદી કલમો હેઠળ ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલ પોલીસ એ પણ તપાસમાં લાગી છે કે, પોલીસ ફરિયાદ નોંધાયા બાદ ફરાર થવામાં તેને કોણે મદદ કરી અને કેટલા હથિયાર છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube