કેતન બગડા/અમરેલી: આજકાલ સોશિયલ મીડિયામાં અનેક વીડિયો વાયરલ થાય છે. ત્યારે અમરેલી-જૂનાગઢ સિંહોનું વસવાટ છે, ત્યારે ક્યારેક રસ્તા-શેરીઓમાં સિંહની લટારનાસ તો ક્યારેક શિકારના વીડિયો જોવા મળતાં હોય છે, પરંતુ આ વખતે માની મમતાનો વીડિયો વાયરલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી-રાજુલાના રામપરા ગામમાં એક સિંહબાળ સાથે સિંહણનો વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે. રામપરા વિસ્તારમાં સિંહબાળ અને સિંહણ લટાર મરતા જોવા મળી રહ્યા છે. માતા જે રીતે બાળકનું રક્ષણ કરે તે રીતે કહી શકાય કે 'મા તે મા બીજા બધા વગડાના વા' આ કહેવત એકદમ ફીટ બેસી રહી છે. સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. 


સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ
અમરેલી-રાજુલાના રામપરા ગામના માર્ગ ઉપર સિંહબાળ સાથે સિંહણનો વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં જોઇ શકાય છે કે, રામપરા વિસ્તારમાં બાળસિંહ, સિંહણ પરિવાર માર્ગ ઉપર લટાર મારી રહ્યો છે. ત્યારે સિંહણ પોતાના સિંહબાળને બચાવવા માટે રોડ ઉપરથી દૂર ખસેડી રહી છે. આમ, હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.


હાઇવે પર સિંહોની લટાર કેટલીક વાર જોખમી બનતી હોય છે. રાતના અંધારામાં આવતાં વાહનો ક્યારેક સિંહો સાથે અથડાતા મોટા અકસ્માત થતા હોય છે. એવામાં સિંહણ પણ આ વાત જાણતી હોય તેમ પોતાના બાળકની ચિંતા કર્યા બાદ સિંહ બાળને બચાવવા માટે રોડ પરથી દૂર ખસેડી રહી છે. આ સુંદર વીડિયો લોકોને ગમી રહ્યો છે અને સોશિયલ મીડિયામાં વાયરલ પણ થઇ રહ્યો છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube