કેતન બગડા, અમરેલી: અમરેલી (Amreli) ના સહજાનંદ નગર વિસ્તારમાં રહેતી મહિલાએ ગત તા.06ના રોજ પરણીતા પૂનમબેન વાઘેલાએ પોતાના મકાનમાં બ્લડ પ્રેશર (Blood Pressure) ની બીમારીથી કંટાળી પોતાની જાતે છરીના ઘા માર્યા હતા. ત્યારબાદ તેમને અમરેલી (Amreli) સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડયા હતા. તો બાદમાં ત્યાંથી તેમને વધુ સારવાર માટે રાજકોટ (Rajkot) લઈ જવાય હતા. જ્યાં તેમનું તા.08 ના રોજ મોત નીપજ્યું હતું. પરિવારજનોએ આત્મહત્યા (Suicide) કરી હોવાનું પોલીસમાં લખાવ્યું હતું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો કે બાદમાં ઉંડાણ પૂર્વક તાપસ દરમિયાન આ ઘટનામાં પીએમ રિપોર્ટ (PM Report) માં ડોકટર દ્વારા લખ્યું હતું કે કોઈ પોતાની જાતે ઘા કોઇ વ્યક્તિ પોતાની જાતે કરી શકે નહી તેવો અભિપ્રાય આપ્યો હતો. જેથી આજુ-બાજુ જગ્યામાં લાગવાયેલા CCTV ફુટેજમાં મૃતકના સસરાની મૃતકના ઘરે હાજરી તેમજ મૃતકના પરિવારજનોની પરિવારજનોની દિનચર્યા જોઈ શંકા ઉપજાવી હતી. મૃતકના ભાભીએ પણ આ હત્યા (Murder) હોવાની ફરિયાદ કરી હતી અને તેમના ફોન પર પણ તેમની પુત્રીને લઈ જવાનું કહ્યું હતું. જેથી પોલીસે (Police) તપાસ કરતા સંગે ઘટના આત્મહત્યા (Suicide) નહિ પરંતુ હત્યા હોવાનું ખુલ્યું હતું.

Free Fire Game બની સ્યૂસાઈડ ગેમ, ટાસ્ક પુરો ન થતાં બાળકે ગળે ટૂંપો ખાઇ કરી આત્મહત્યા


તો આ ઘટનામાં પુત્ર વધુની હત્યા (Murder) તેમના જ સસરા અને નિવૃત પીઆઇ ગિરીશ વાઘેલાએ કરી હોવાનું સામે આવ્યું છે. તો મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલા અને સાસુ મધુબેન વાઘેલા પણ હત્યામાં સામેલ હોય અને કાવતરું રચ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. ઘર કંકાસ અને મહિલાના પતિ દેવેન્દ્ર વાઘેલાના અન્ય મહિલા સાથેના એફેર હતું જે તેમના પત્ની પુનમબેનનેને ગમતું નથી. જેથી ઝઘડાઓ થતાં થોડાં દિવસો પહેલાં મૃતક મહિલા ઘર છોડીને પણ જતા રહ્યા હતા. બાદમાં ઘરે પરત આવી ગયા હોવાના પણ બનાવો બન્યા છે.  જેના પરિણામે તેમના પતિ, સાસુ અને સસરાએ હત્યા નિપજાવી હોય તેવું સામે આવ્યું છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube