કેતન બગડા/અમરેલી : ગુજરાત રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આજે અમરેલીની પ્રથમવાર જ મુલાકાતે આવ્યા હતા. અમરેલી શહેરને સ્વચ્છ જોઈ તેમણે પ્રસન્નતા વ્યક્ત કરી હતી. સ્વચ્છતા અભિયાન ચલાવી પ્રાકૃતિક ખેતી વિશે વધુ ભાર મૂક્યો હતો. અમરેલી શહેરની મુલાકાતે આજે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત આવ્યા હતા. અમરેલી શહેરના રાજકમલ ચોકના રોડ પર સફાઈ અભિયાન હાથ ધર્યું હતું. આ સફાઈ અભિયાનમાં અમરેલી શહેરના અગ્રણીઓ અને અધિકારીઓએ સહયોગ આપ્યો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કડીમાં નકલી IT અધિકારીઓનાં દરોડા, અચાનક સામાન્ય બાબતમાં ફૂટ્યો ભાંડો પછી સર્જાયા ફિલ્મી દ્રશ્યો


અમરેલી શહેરીજનોના સહકાર અને શહેરની સ્વચ્છતા જોઈ રાજ્યપાલે પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી. અમરેલી શહેરની પ્રથમ મુલાકાતમાં જ તેમને અમરેલી ગમી ગયું એવું પણ જણાવ્યું હતું. અમરેલી જિલ્લાના નગરજનોને પ્રાકૃતિક ખેતી કરવા ઉપર ભાર મૂક્યો હતો. અમરેલી રાજકમલ ચોકમાં શહીદ સ્મારક ને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા તેમજ અમરેલી ની વિવિધ સંસ્થાઓએ રાજ્યપાલશ્રી નું મોમેન્ટો આપી સ્વાગત પણ કર્યું હતું.


પુરુષોના વર્ચસ્વવાળા મેરીટાઇમ સેક્ટરમાં રૂઢિગત માન્યતાઓને તોડી મહિલાઓએ રચ્યો ઇતિહાસ


હાલમાં ચાલી રહેલા બજેટ સત્રમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને ડાંગ જિલ્લાને સંપૂર્ણ ઓર્ગેનિક જિલ્લો જાહેર કરવાની ભલામણ કરતા ગુજરાત સરકારે તેમની ભલામણ સ્વીકારી હોવાનું રાજ્યપાલ અમરેલીની મુલાકાત સમયે જણાવ્યું હતું. વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, ગુજરાતના તમામ જિલ્લાઓમાં એક શહેર કે એક ગામ સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી આધારિત હોય તેવું તેમને બનાવવા માટેની જેમ છે તે પણ આજે મુલાકાત સમયે જણાવ્યું હતું.


Gujarat Corona: કોરોના કેસ પહોંચ્યા 500 ને પાર, રિકવરી રેટમાં ઘટાડો, 1નું મોત


ગુજરાત રાજ્યના રાજ્યપાલ અમરેલી જિલ્લાની બે દિવસની મુલાકાતે છે અને જિલ્લાની વિવિધ સંસ્થાઓ અને ગામમાં પ્રાકૃતિક ખેતી અને સફાઈ અભિયાન ઉપરાંત ભારત સરકારના વિવિધ અભિયાનો વિશે ની વાતો કરી લોકોને ખાસ કરીને પ્રાકૃતિક ખેતી તરફ વાળવાનો પ્રયાસ કરશે ત્યારે હવે જોવાનું એ રહે છે કે અમરેલી જીલ્લાના ખેડુતો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની વાત ને કેટલી સ્વીકારે છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube