કેતન બગડા, અમરેલીઃ અમરેલીથી એક ખરાબ સમાચાર મળી રહ્યાં છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક એક ટ્રક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો છે. આ દુર્ઘટનામાં 8 લોકોના કમકમાટીભર્યા મોત થયા છે. તો 4 જેટલા લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. રાત્રે 3 કલાક આસપાસ આ બનાવ બન્યો છે. ટ્રક ચાલકે કાબુ ગુમાવતા આ અકસ્માત સર્જાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી જિલ્લામાં ગમખ્વાર અકસ્માત
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક રાત્રે 3 કલાક આસપાસ એક ટ્રક ડ્રાઇવરે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો છે. આ ટ્રક એક ઝુપડપટ્ટીમાં ઘુસી ગયો હતો. આ દુર્ઘટનામાં 8 લોકોના મોત થયા છે, તો ચારને ગંભીર ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં પોલીસ અને 108ની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. 


મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ
અમરેલી જિલ્લામાં થયેલા અકસ્માતમાં નવ લોકોના મોત થયા છે. આ દુર્ઘટના પર મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દુખ વ્યક્ત કર્યુ છે. મુખ્યમંત્રીએ પોતાના ટ્વીટમાં કહ્યુ- કલેકટર અમરેલીને સમગ્ર ઘટનાની તાત્કાલિક તપાસ કરી અહેવાલ મોકલવાનો આદેશ કર્યો છે. પ્રભુ મૃતકોના આત્માને સદ્ગતિ અર્પે અને પરિવારને આ દુ:ખ સહન કરવાની શક્તિ બક્ષે એ જ પ્રાર્થના. ૐ શાંતિ...


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube