કેતન બગડા/અમરેલી :અમરેલીવાસીઓ માટે સિંહ એટલે શેરીના રખડતા કૂતરા. અહી ઘરનો દરવાજો ખોલો અને શેરીમાં તમારી નજર સામે સિંહ કે સિંહણ ઉભા હોય તેવો દ્રશ્યો લગભગ દરેક અમરેલીવાસીએ નિહાળ્યા છે. ત્યારે રસ્તામાં આવી ચઢેલા એક સિંહને જોઈને બળદ ગાડામા જતા લોકોના જીવ પર જોખમ આવી ગયુ હતું. સિંહે બળદગાડાની પાછળ દોડ લગાવી હતી. માંડ માંડ તેઓનો જીવ બચ્યો હતો. ત્યારે સમગ્ર ઘટના બળદ ગાડામાં બેસેલા એક વ્યક્તિના કેમેરામાં કેદ થઈ હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમરેલી તાલુકાના તરક તળાવ ગામ નજીક બળદ ગાડું લઈને જતા ખેડૂતના આડો સિંહ ઉતર્યો હતો. અમરેલીના તરક તળાવ ગામના લોકો બળદ ગાડામાં સવાર થઈને જઈ રહ્યા હતા, ત્યા અચાનક સિંહ આવી ચઢ્યો હતો. જોકે, બળદને જોઈ સિંહ મારણ કરવાની ફિરાકમાં આવ્યો હતો અને બળદ ગાડા પાછળ દોડ્યો હતો. સિંહ પાછળ થતા જ બળદ ગાડામાં બેસેલા લોકો ગભરાયા હતા. તેઓએ બળદ ગાડાને જોરથી દોડાવ્યુ હતું. 


આ પણ વાંચો : big breaking : ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાની તારીખ અને ટાઈમટેબલ જાહેર


ભૂખ્યા થયેલા સિંહે ગાડાના બળદનો શિકાર કરવા બળદ ગાડાની પાછળ પાછળ ચાલતા બળદ ગાડામાં બેસેલા મજુરે ગામ ફોન કરીને ટ્રેક્ટર બોલાવવાની વાત કરી હતી. આખરે સિંહે પીછો ન છોડતા બળદગાડાને ગામ તરફના બદલે ખેતર તરફ બળદ ગાડુ દોડાવ્યુ હતું. 


સિંહનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે બળદ ગાડામાં જ સવાર કોઈ મજૂરે લીધો હતો.