કેતન બગડા/અમરેલી :સૌરાષ્ટ્રના મોટાભાગના જિલ્લાઓની હાલત કોરોનાને કારણે નાજુક છે. ગામડાઓમાં પણ કોરોના પ્રસરી જવાથી સ્થિતિ નાજુક બની છે. ગામડાઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. આ કારણે સ્થાનિક સ્તરે પણ અનેક પ્રકારના પગલા લોકો દ્વારા લેવામાં આવી રહ્યાં છે. આવામાં અમરેલી જિલ્લો પણ બાકાત નથી. અમરેલીના અનેક જિલ્લામાં કોરોનાનો કહેર પ્રસર્યો છે. ત્યારે અમરેલી જિલ્લાના વધુ 10 ગામોને કન્ટેઇન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ તમામ ગામોમાં વ્યાપક પ્રમાણમાં કોરોનાના કેસ આવતા તંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમરેલી તાલુકાના આ જિલ્લાઓને કન્ટેઈનમેન્ટ ઝોન જાહેર કરાયા છે. 


  • બાબાપુર

  • ચિતલ

  • ઇશ્વરીયા

  • જસવંતગઢ

  • લાલાવદર

  • નાના આંકડીયા

  • સરંભડા

  • લાઠી તાલુકાનું અકાળા

  • લીલીયા તાલુકાનું સલડી ગામ

  • ખાંભા તાલુકાનું ખાંભા 


આ તમામ ગામોને કન્ટેઈન્ટમેન્ટ ઝોન તરીકે જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં તમામ પ્રકારની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. સાથે જ અહીં જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓની દુકાનને બાદ કરતાં સંપૂર્ણ ગામ બંધ રહેશે. તો આ પહેલાના 12 ગામોમાં કન્ટેઇન્ટેમન્ટ ઝોનની મુદત 5 મેં સુધી વધારાઈ છે.