અમરેલીના આ ખેડૂતે ચમત્કાર કર્યો, ઠળિયા વગરના જાંબુ ઉગાડ્યા
આજનો માનવી ધારે તે કરી શકે છે. મનમાં વિચાર આવતાની સાથે જ તે કોઇ નિર્યણ કરે, અને મહેનત કરે તો તેને સફળતા મેળવવામાં કોઈ અટકાવી શક્તુ નથી. એવી જ એક અનોખી વાત કરવાની છે દિતલા ગામે રહેતા હરેશભાઈ ઝાલાની. હરેશભાઇ અમરેલી જિલ્લામા એક પ્રગતિશિલ ખેડૂત તરીકેની છાપ ઘરાવે છે. પણ આ વખતે તો તેમણે ચમત્કાર જ સર્જી દીધો છે. હરેશભાઈએ પોતાની વાડીમા ઠળીયા વગરના જાંબુ વાવ્યા છે અને આ જાંબુ કદમાં પણ મોટા છે. સારો પાક ઉતરતા તેઓ તેની સારી કમાણી કરી રહ્યાં છે.
કેતન બગડા/અમરેલી :આજનો માનવી ધારે તે કરી શકે છે. મનમાં વિચાર આવતાની સાથે જ તે કોઇ નિર્યણ કરે, અને મહેનત કરે તો તેને સફળતા મેળવવામાં કોઈ અટકાવી શક્તુ નથી. એવી જ એક અનોખી વાત કરવાની છે દિતલા ગામે રહેતા હરેશભાઈ ઝાલાની. હરેશભાઇ અમરેલી જિલ્લામા એક પ્રગતિશિલ ખેડૂત તરીકેની છાપ ઘરાવે છે. પણ આ વખતે તો તેમણે ચમત્કાર જ સર્જી દીધો છે. હરેશભાઈએ પોતાની વાડીમા ઠળીયા વગરના જાંબુ વાવ્યા છે અને આ જાંબુ કદમાં પણ મોટા છે. સારો પાક ઉતરતા તેઓ તેની સારી કમાણી કરી રહ્યાં છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના દિતલા ગામના હરેશભાઇ ઝાલા સમગ્ર જિલ્લામા પ્રગતિશિલ ખેડુતની છાપ ધરાવે છે. હરેશભાઈએ જ્યારે ખેતીનુ કામ શરુ કર્યું, ત્યારે કઇક અલગ કરવાની ઇચ્છા ધરાવતા હતા. તેમની વાડીમાં અનેક પ્રકારના ફળ તેમજ અનેક જાતની કેરી જોવા મળે છે. તો તેમણે બહુ ઓછી જગ્યાએ જોવા મળતા ઠળીયા વગરના જાંબુનુ પણ વાવેતર કર્યુ છે. બહાર મળતા જાંબુ કરતા તેમની વાડીમા જે જાંબુ છે, તે સાવ અલગ છે.
સામાન્ય રીતે બજારમાં મળતા જાંબુ કદમાં નાના જોવા મળે છે, પરંતુ હરેશભાઇની વાડીમા જે જાંબુ થાય છે, તે કદમા મોટા છે. આ જાંબુની વિશેષતાએ છે કે તેમા ઠળીયા નથી હોતા અને ખાવામા પણ ખૂબ જ મીઠા છે. તેમના જાંબુની ખ્યાતિ દૂર દૂર સુધી ફેલાયેલી છે.
હરેશભાઇને દિતલા ગામમા જાંબુવાળા તરીકે સૌ ઓળખે છે. હરેશભાઈની કોઠાસૂઝના લીધે તેમણે છેલ્લા 10 વર્ષની મહેનત બાદ છેલ્લા ત્રણ વર્ષથી ઠળીયા વગરના જાબુંનું ઉત્પાદન લઈ રહ્યા છે. આ વિશે હરેશભાઈ કહે છે કે, ત્રણ વિધા જમીનમાં જાબુંના ઝાડ ઉછેર્યા છે. જેમાં ખર્ચ નજીવો થાય છે. વળી જાંબુને પાણીની જરૂર પણ ઓછી પડે છે. આશરે વર્ષે રૂપિયા ત્રણ લાખનું તેઓ વેચાણ કરે છે. જાબુંના ઝાડને કોઈ ખાતર કે દવાની જરૂર પડતી નથી.
દિતલા ગામના લોકો પણ તેમના સગાને ત્યા જાય ત્યારે જરૂરથી હરેશભાઇ પાસેથી જાંબુ લેતા જાય છે અને લોકોને આપે છે. હરેશભાઇના સિડલેસ જાંબુ વેપારીઓ રાજકોટ, કોલકાત્તા, મુંબઇ વગેરે શહેરોમાં લઈ જાય છે. આ જાંબુ અનેક રીતે ઔષધીમાં પણ કામ આવે છે. હરેશભાઇ પાસેથી અનેક કંપનીઓ આ જાંબુ લઇ જાય છે અને ઔષધીમાં ઉપયોગ પણ કરે છે. આ જાંબુ કદમા પણ મોટા જોવા મળે છે.
હરેશભાઇ આ સીડલેસ જાંબુની ખેતી કેવી રીતે કરે છે તે જાણવા બહારથી ખેડૂતો તેમની પાસે આવે છે અને હરેશભાઇ દરેકને આ ઠળીયા વગરના જાંબુની ખેતી કઇ રીતે કરવી તેની યોગ્ય માહિતી પણ આપે છે. મોટા કદના જાંબુ અને ઉપરથી આ જાંબુમા ઠળીયા નથી હોતા એ જોઇને જ લોકો નવાઇ પામે છે. બજારમા મળતા જાંબુ કરતા આ જાંબુ ખાવામા પણ ખૂબ જ મીઠા લાગે છે.
સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV :