નવનીત દલવાડી, ભાવનગર: ભાવનગર (Bhavnagar) જિલ્લામાં વધી રહેલી કોરોના મહામારી સામે લોકોને સુરક્ષા કવચ પૂરું પાડવા અમૃતા ઔષધિનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે, જાણીતા વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા દ્વારા 10 હજાર કિલો કરતા વધારે અમૃતા ઔષધિનું ઘરે ઘરે જઈને વિતરણ કરવામાં આવી રહ્યું છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ભારતીય આયુર્વેદ(Ayurveda) માં અનેક અસાધ્ય રોગો માટે અકસીર ઇલાજ (Treatment) સૂચવવામાં આવ્યા છે, અને હજ્જારો લોકો આયુર્વેદિક સારવાર (Ayurvedic Treatment) લઈને રોગ મુક્ત બન્યા છે, હાલ સમગ્ર દેશમાં ફેલાયેલી મહામારી કોરોનાથી બચવા ભારત સરકારના આયુષ મંત્રાલય દ્વારા પણ આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવા સૂચન કર્યું છે. ત્યારે ભાવનગર જિલ્લાના જાણીતા વૈદ્ય અને જિલ્લાના દિહોર ગામે આયુર્વેદ દવાખાનાના મેડિકલ ઓફિસર મહેન્દ્રસિંહ સરવૈયાએ કોરોનાથી લોકોને રક્ષિત કરવા અભિયાન છેડયું છે. 

બગદાણા, સાળંગપુર, સોમનાથ, શામળાજી સહિત ગુજરાતના આ મંદિરો થયા બંધ


તેઓ 10 હજાર કિલો કરતા વધારે અમૃતા (લીમડાની ગળો) ઔષધિનું ઘરે ઘરે વિતરણ શરૂ કર્યું છે. અસંખ્ય લોકોને કોરોનાથી મુક્તિ અપાવનાર વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા પોતાના અનુભવના આધારે લોકોને કોરોના મુક્ત કરવા અભિયાન ચલાવી રહ્યા છે.

AMC નો આદેશ, આજથી અમદાવાદમાં પાન પાર્લર અને ચાની કિટલીઓ અનિશ્ચિતકાળ સુધી રહેશે બંધ


કોરોના (Coronavirus) થી બચવા અને તેનાથી મુક્તિ મેળવવા ગળો, હળદર, તુલસી અને સૂંઠ નો ઉકાળો પીવા લોકોને સમજાવી રહ્યા છે, હજારો વર્ષોથી આયુર્વેદિક સારવાર (Ayurvedic Treatment) માટે જેનું સેવન કરવામાં આવે છે. તેમજ સુશ્રુત સંહિતા અને ચરક સંહિતામાં જાણીતી બનેલી દૈવીય ઔષધિ અમૃતા (લીમડાની ગળો) ને ઘર ઘર સુધી પહોંચાડી લોકોને કોરોના (Ayurvedic Treatment) થી મુક્ત થવા અમૃતાનું વિતરણ કરી તેના ઉપયોગ અંગે પણ વૈદ્ય મહેન્દ્રસિંહ સરવૈયા (Vaidhya Mahendrasinh Sarvaiya) માહિતગાર કરી રહ્યા છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube