અમદાવાદ :ફરીએકવાર અમદાવાદની એએમટીએસ બસ અને અમદાવાદમાં ઠેકઠેકાણે પડેલા ખાડા ચર્ચામાં આવ્યા છે. અમદાવાદના સૂરધારા સર્કલ પાસે આજે એક amts બસ ખાડામાં ફસાઈ છે. રસપ્રદ બાબત તો એ છે કે, 15 દિવસ અગાઉ પણ આ જ સ્થળે પડેલા ખાડામાં એક બસ ફસાઈ હતી. જેના બાદ પણ તંત્રે કોઈ બોધપાઠ લીધો નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઉલ્લેખનીય છે કે, અમદાવાદના મોટાભાગના રોડ પર એટલા ખાડા પડ્યા છે કે, રોડ પર ખાડા છે કે ખાડા પર રોડ છે તે સમજી શકાતુ નથી. ચોમાસા બાદ રસ્તાના રિપેરીંગ કામ કરવામાં તંત્ર દ્વારા કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવી રહી નથી. આ ખાડાઓનો સૌથી મોટો ભોગ નાગરિકો બને છે. રોજ નવા કિસ્સાઓ સામે આવતા રહે છે. 


સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube