National Milk Day 2023 : અમૂલ ડેરીના કેમ્પસમાં આવેલી દસ બાય દસની ઓરડી શ્વેત ક્રાંતિની સાક્ષી બની
National Milk Day 2023 : શ્વેત ક્રાંતિના જનક ડૉક્ટર વર્ગીસ કુરિયનની આજે જન્મજયંતિ છે. ડૉક્ટર વર્ગીસ કુરિયનના કારણે આખા વિશ્વમાં ભારત દૂધનું સૌથી વધુ ઉત્પાદન કરતો દેશ બન્યો છે અને અમૂલ એશિયાની સૌથી મોટી સહકારી દૂધની ડેરી બની છે
Verghese Kurien Birth Anniversary બુરહાન પઠાણ/આણંદ : આઝાદી પૂર્વે દેશમાં ખાનગી ડેરીઓ દ્વારા પશુપાલકોનું શોષણ કરી દૂધનાં પોષણક્ષમ ભાવો આપવામાં આવતા ન હતા ત્યારે સરદાર પટેલનાં માર્ગદર્શન હેઠળ આણંદનાં ખેડુત નેતા ત્રિભુવનદાસ પટેલએ આણંદની ખાનગી ડેરી પોલસન ડેરી સામે સહકારી ડેરી માટે ચળવળ ચાલુ કરી અને તેમાં ડૉ.વર્ગીસ કુરીયનનો સાથ મળ્યો અને ડૉ.વર્ગીસ કુરીયનએ પોલસન ડેરીનાં પાયા ઉખેડીને ફેંકી દીધા અને સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતી લાવ્યા દેશમાં શ્વેત ક્રાંતીનાં પિતામહ ગણાતા ડૉ.વર્ગીસ કુરીયનએ આણંદમાં અમૂલ ડેરીનાં વિકાસ માટે ધણા પડકારોનો સામનો કરવો પડયો હતો,એક સમય હતો કે ડૉ.વર્ગીસ કુરીયન જયારે આણંદમાં આવ્યા ત્યારે તેઓને ભાડે મકાન નહી મળતા તેઓ એક ગેરજમાં રહ્યા હતા અને લગ્ન કર્યા બાદ તેઓનાં પત્ની મૌલી કુરીયન પણ પતિનાં કદમથી કદમ મિલાવી એક ગેરેજમાં રહ્યા હતા,દસ બાય દસની ઓરડીનાં ગેરેજમાં આ દંપતીએ તકલીફો વેઠીને પણ ખેડુતોનાં ઉત્થાનની ચિંતા કરી અને આ ચળવળએ સમગ્ર દેશમાં શ્વેત ક્રાંતી આણી.
સમગ્ર વિશ્વમાં ભારતને સૌથી વધુ દૂધ ઉત્પાદન કરતો દેશ તેમજ એસીયાની સૌથી મોટી સહકારી દૂધની ડેરીની અમૂલને ઓળખ અપાવનાર ડૉ.વર્ગીસ કુરીયનએ અમૂલની સ્થાપનાનો ઈતિહાસ જાણી શકે તે માટે ડૉ.કુરીયન વિશે જાણી શકે તે માટે અમૂલ ડેરીનાં કેમ્પસમાં જ એક મ્યુઝીયમ ઉભુ કરવામાં આવ્યું છે,જેથી આવનારી નવી પેઢીને ડૉ.વર્ગીસ કુરીયનનાં જીવનમાંથી પ્રેરણા મળી શકે.ડૉ.વર્ગીસ કુરીયન દસ બાય દસની જે ગેરેજમાં રહેતા હતા. તે ગેરેજને આજે પણ સાચવી રાખવામાં આવી છે, જેથી લોકો નિહાળી શકે કે સમગ્ર વિશ્વમાં નામનાં મેળવનારા ડૉ.કુરીયન આણંદમાં આગમન સમયે કયાં રહેતા હતા.
કમોસમી વરસાદ વચ્ચે મોટી દુર્ઘટના : મરચાના ખેતરમાં વીજળી પડતા 8 મહિલા દાઝી
ગેરેજમાં નિવાસ દરમિયાન જ નજીકમાં તેઓ માટે કવાર્ટસ બનાવવામાં આવ્યું અને ત્યારબાદ ડૉ.કુરીયન અને તેમનાં પત્ની મૌલી કુરીયન કવાટર્સમાં રહેવા ગયા અને પોતાનાં જીવનનાં અમૂલ્ય વર્ષો આ કવાટર્સમાં વિતાવ્યા હતા,ત્યારબાદ તેઓ પોતાનાં માલિકનાં મકાનમાં રહેવા ગયા હતા અને ડૉ.કુરીયનનાં કવાટર્સને આજે મ્યુઝિમમાં ફેરવી દેવામાં આવ્યું છે, જ્યાં ડૉ.વર્ગીસ કુરીયનને જુદી જુદી યુનિવર્સીટી અને સંસ્થાઓ દવારા આપવામાં આવેલી પદવીઓ,સન્માનપત્રો તેમજ સ્મૃતિ ભેટો અહીયાં પ્રદર્શનમાં ગોઠવવામાં આવી છે,તેઓને મળેલા પદ્મવિભુષણ,પદ્મભુષણ અને પદ્મશ્રી એવોર્ડ,રેમોન મેગ્સેસે એવોર્ડ,વર્લ્ડ ફુડ પ્રાઈઝ એવોર્ડની પ્રતિકૃતિઓ અહીયાં પ્રદર્શનમાં મુકવામાં આવી છે.
ડો.વર્ગીસ કુરીયનનાં ટેબલ ખુરસી, તેમજ વોર્ડરોબ,કબાટ પણ અહિયાં સાચવી રાખવામાં આવ્યા છે. આ ઉપરાંત તેમનાં પરિવાર સાથેની તસ્વીરોનું પ્રદર્શન પણ મુકવામાં આવ્યું છે. દેશ વિદેશનાં મહાનુભાવો અમૂલની મુલાકાતે આવે છે, ત્યારે તેઓ આ પ્રદર્શન અચુક નિહાળતા હોય છે. તેમજ અનેક મુલાકાતીઓ પણ આ પ્રદર્શનની મુલાકાત લેતા હોય છે,અને ડૉ.કુરીયનની વિશ્વ વિભુતીની આભાનો અહેસાસ કરતા હોય છે.
બહારના તો શું ગામના લોકો જ નથી લેતા આ ગામનું નામ, કંડક્ટર પણ સમજીને આપી દે છે ટિકીટ
ડો. કુરિયનને શ્વેતક્રાંતિ એટલે કે ઓપરેશન ફ્લડ (Operation Flood)ના જનક કહેવામાં આવે છે. તેમના વડપણમાં ચાલેલા આ ઓપરેશનને પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો. ભારતનું ઓપરેશન ફ્લડ દુનિયાનો સૌથી મોટો ડેરી ડેવલપમેન્ટ પ્રોગ્રામ હતો જેના કારણે ભારતનું દૂધ ઉત્પાદન વધ્યું હતું. આમ, ડોક્ટર કુરિયનની કરિયર પર નજર નાખીએ તો ખ્યાલ આવે છે કે તેમની સિદ્ધિ દૂધ ઉત્પાદન વધારવા કરતા ઘણી વધારે છે. તેમણે ચેન્નાઈની લોયલા કોલેજમાંથી 1940માં વિજ્ઞાન વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી. આ પછી તેમણે ચેન્નાઇની એનજી એન્જિનિયરિંગ કોલેજમાંથી ડિગ્રી મેળવી હતી.
વર્ગીસ કુરિયરે જ અમૂલની સ્થાપના કરી હતી. ટોચના નેતા વલ્લભભાઈ પટેલની માર્ગદર્શન પર આ ડેરીની સ્થાપના કરવામાં આવી હતી. આ પછી કૈરા જિલ્લા સહકારી દુગ્ધ ઉત્પાદક સંઘ લિમિટેડ (KDCMPUL)ના અધ્યક્ષ ત્રિભુવન દાસ પટેલના અનુરોધ પર ડેરીનું કામ સંભાળ્યું હતું. ભેંસના દૂધમાંથી દૂધ પાઉડર સૌથી પહેલાં વર્ગીસ કુરિયને બનાવ્યો હતો. આ પહેલાં ગાયના દૂધમાંથી પાઉડરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. એ સમયે ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી નહોતો પણ પછી એ દિશામાં કામ કરવામાં આવ્યું છે અને 1955માં દુનિયામાં પહેલીવાર ભેંસના દૂધમાંથી પાઉડર બનાવવાની ટેકનોલોજી વિકસીત કરવામાં આવી હતી.
અમૂલને સાંકળતો ઓપરેશન ફ્લડ કાર્યક્રમ 1970માં શરૂ થયો હતો. આ ઓપરેશન ફ્લડે ડેરી ઉદ્યોગ સાથે જોડાયેલા ખેડૂતોને વિકાસની નવી દિશા દર્શાવી હતી. એનડીડીબીએ 1970માં ઓપરેશન ફ્લડની શરૂઆત કરી હતી અને એના પગલે ભારત દુનિયાનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ બની ગયો હતો.
ગુજરાતમાં આવેલું છે વિશ્વનું સૌથી પહેલું શાકાહારી સિટી, જાણો એક માત્ર શહેરની કહાની