Amul Action ખેડા : મહેમદાવાદના રુદણમાં અમૂલે એક ખાનગી તબેલામાં રેડ પાડી હતી. જેમાં ઓછા પશુમાં વધુ દૂધ ભરાવવાના ષડયંત્રનો પર્દાફાશ થયો છે. ઓછા પશુ હોય વધુ દૂધ ભરનાર તબેલા માલિકના સામે અમૂલ ડેરી દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. અમૂલ ડેરીના અધિકારી દ્વારા મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવામાં આવી હતી. જેમાં તબેલા માલિક સહિત ત્રણ વ્યક્તિઓ સામે અમૂલે ફરિયાદ કરી હતી. કાળુભાઈ નાગજીભાઈ રબારી, સુનિલભાઈ કાળુભાઈ રબારી, રાજાભાઈ માલાભાઈ રબારી અને રાજુભાઈ લાલજીભાઈ દેસાઈ સામે મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી. આ કેસમાં મહેમદાવાદ પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે, જ્યારે અન્ય એક આરોપીની ધરપકડ કરવાના પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુનસાર, ખેડા જિલ્લાના મહેમદાવાદ પાસે આવેલ રુદણ ગામમાં આવેલા એક તબેલા પર અમુલ દ્વારા રેડ કરવામાં આવી હતી. રુદન-ખાત્રજ રોડ પર આવેલ પ્રાઇવેટ દૂધના તબેલા પર અમુલે બાતમીના આધારે રેડ કરી હતી. અમૂલના ધ્યાને આવ્યું હતું કે, આ તબેલામાં માત્ર 20 જેટલાં પશુઓ રાખી 1000 હજારો લીટર દૂધ અમુલમાં ભરવામાં છે. ત્યારે અમુલ ડેરીના કર્મચારીઓએ પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી. અમૂલ ડેરીના ડોક્ટરો દ્વારા ખેડા એલસીબી પોલીસ અને સ્થાનિક પોલીસની મદદથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 


20 પશુઓની સામે 1000 લીટર દૂધ ભરાવાતું 
અમૂલને આ તબેલામાં ડુપ્લીકેટ દૂધ બનાવતા હોવાની બાતમી મળી હતી. અમૂલના અધિકારીઓએ જણાવ્યું કે, આ તબેલામાં માત્ર 20 જેટલાં પશુઓ છે, જેની સામે 120 લીટર જેટલું થતું હોય છે. પરંતું તેઓ 1000 લીટર દૂધ ભરાવતા હતા. ત્યારે 1000 હજાર લીટર દૂધ ભરેલ ટેન્કરને સીલ મારી તપાસ માટે જપ્ત કરવામાં આવ્યું છે. આ દૂધની તપાસ એફ.એસ.એલ ના રિપોર્ટ આવ્યા બાદ કરવામાં આવશે. 


આ પણ વાંચો : 


પોતાનો ધંધો શરૂ કરવો છે, પણ રૂપિયા નથી તો સરકારની આ સ્કીમનો ઉઠાવો લાભ


અદાણી-અંબાણી જ નહીં, આ ગુજરાતીએ પણ આ વર્ષે ગુમાવ્યા અબજો, અત્યાર સુધી થયો આટલો લોસ


આ ફળની ખેતીનું ગુજરાતમાં છે ઉજળું ભવિષ્ય, એક એકર કમાઈ આપશે લાખો રૂપિયા


દૂધના સેમ્પલ એફએસએલમાં મોકલાયા
હાલમાં આ દૂધને જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી. રિપોર્ટ બાદ  દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. હાલમાં આટલુ બધું દૂધ ક્યાંથી આવે છે તે તપાસ કરવામાં આવશે. રુદણ ગામના પશુપાલકો દ્વારા અન્ય જિલ્લામાંથી દૂધ અમૂલ ડેરીમાં ભરવામાં આવતો હોવાની ઘટસ્ફોટ થયો છે. ત્યારે અમુલ ડેરી દ્વારા ટેન્કરને સીલ કરવામાં આવ્યું છે. 


રાજસ્થાનના સરહદી ગામોમાંથી દૂધ ઉઘરાવી
આ કૌભાંડમાં એવો પર્દાફાશ થયો છે કે, આ પશુપાલક દ્વારા રાજસ્થાનની બોર્ડરો સહિત અલગ-અલગ સ્થળોએથી દુધ ઉઘરાવી તેમાં મિલાવટ કરી દુધ ભરવામાં આવતું હતું. આ અંગે પશુપાલક વિરુધ્ધ રૂદણ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવાની કામગીરી હાથ ધરાશે.


આ પણ વાંચો :


નસીબ નહીં મહેનત પર ભરોસો કરો, રેલવે સ્ટેશન પર અભ્યાસ કરી આ વ્યક્તિ બન્યો IAS ઓફિસર