અમદાવાદ: અમૂલ ફેડરેશન દ્વારા આગામી 2 વર્ષમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે દેશભરમાં 1200 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. જેમાં બનાસકાંઠા અને હિંમતનગર ખાતે બે નવા પ્લાન્ટનું વિસ્તૃતીકરણ કરવામાં આવશે. આ ઉપરાંત ભારતભરમાં અનેક સ્થળોએ દૂધ અને દૂધની બનાવટોનું ઉત્પાદન વધારવા માટે યોજના બનાવવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના દૂધ ઉત્પાદકો માટે રાજકોટ ખાતે મીની મધર ડેરીનું વિસ્તૃતીકરણ કરાશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વધુમાં વાંચો: રાજકોટમાં હનિટ્રેપનો કિસ્સો: વેપારી પાસે માગ્યા 15 લાખ, પાયલ બુટાણીની ધરપકડ


આણંદ ખાતે મળેલી જીસીએમએમએફની એક સામાન્ય મિટિંગમાં ચેરમને રામસિંહ પરમાર જણાવ્યું હતું કે, સૌરાષ્ટ્રના દૂઘ સંઘોના સમય અને ખર્ચમાં ઘટાડો કરવા માટે રાજકોટ જીસીએમએમએફ દ્વારા રાજકોટ નજીક 2 વર્ષમાં મીની મધર ડેરી બનાવવામાં આવશે. જેથી સૌરાષ્ટ્રમાંથી આવતું દૂધ રાજકોટ નજીક એકત્રિત થશે. આ ઉપરાંત બનાસકાંઠા અને સાબરકાંઠા ખાતે નવા પ્લાન્ટ અને વિસ્તૃતીકરણ માટેનું આયોજન કરવામાં આવી રહ્યું છે.


વધુમાં વાંચો: અમદાવાદની બે હોસ્પિટલના 17 ડોક્ટરોને TB, સારવાર હેઠળ


ત્યારે જીસીએમએમએફના મેનેજિંગ ડિરેક્ટર આર.એસ.સોઢીએ જણાવ્યુ હતું કે, વર્ષ 2018-19માં રૂપિયા 33,150 કરોડ ટર્નઓવર થયું છે. જે ગત વર્ષ કરતા 13 ટકા વધુ છે. અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતી પ્રોડક્ટનું કુલ ટર્નઓવર 45 હજાર કરોડના આંકને પાર કરી ગયું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષોમાં આ ટર્નઓવર 50 હજાર કરોડ સુધી પહોંચાડવા માગીએ છે.


જુઓ Live TV:-


ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો...