ઝી ન્યૂઝ/મહેસાણા: રાજ્યમાં હાલ પીએમ નરેન્દ્ર મોદીના આહ્વાનથી ચારેબાજુ હર ઘર ત્રિરંગા અભિયાન જોરશોરથી ચાલી રહ્યું છે. ત્યારે અરવલ્લીના ધનસુરામાં અર્બુદા સેનાની આજે તિરંગા યાત્રા યોજાઈ છે. આ તિરંગા યાત્રમાં વિપુલ ચૌધરીનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિપુલ ચૌધરીએ જણાવ્યું છે કે રાજ્ય સરકાર ચૌધરી સમાજને લાભ આપે છે. રાજ્યની જેમ કેન્દ્ર સરકાર ચૌધરી સમાજને લાભ આપે. જો ચૌધરી સમાજને લાભ મળશે તો યુવાનો IIT, IIM, ઈસરોમાં ભણી શકશે. વિપુલ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022માં અર્બુદા સેનાના પ્રભાવવાળી સરકાર બનશે. આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે, સમગ્ર ગુજરાતમાં જ્યાં જ્યાં ચૌધરી સમાજની વસ્તી છે એ વિસ્તારોમાં પૂર્વ ગૃહમંત્રી અને અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેન વિપુલભાઈ ચૌધરી દ્વારા સમાજ સુધારણા માટે અર્બુદા સંમેલનો યોજાઈ રહ્યા છે. ત્યારે આજે અરવલ્લી જિલ્લાના ધનસુરા ખાતે અર્બુદા સેના સંમેલન યોજાયું હતું. જેમાં પૂર્વ ગૃહમંત્રી વિપુલ ચૌધરીની અધ્યક્ષતામાં સંમેલન યોજાયું હતું.


સોમનાથ બન્યું ધર્મભક્તિ અને દેશભક્તિનું સંગમ સ્થળ, હવે દરેક શ્રદ્ધાળુઓના કપાળે જોવા મળશે ત્રિરંગો


ધનસુરા ચાર રસ્તા ખાતે વિપુલ ચૌધરીના આગમન બાદ ધનસુરાના પૂર્વ ધારાસભ્ય અને સહકારી આગેવાન સ્વ હરિભાઈ ચૌધરીની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી હતી, અને સમાજના અગ્રણીઓ દ્વારા તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. એસ મહેતા હાઈસ્કૂલ ખાતે આ યાત્રા સભાસ્થળ સુધી પહોંચી હતી. 


અમદાવાદમાં ક્યાં ચાલે છે નશાનો કાળો કારોબાર! ક્રાઇમ બ્રાન્ચે 28 લાખના MD ડ્રગ્સ સાથે 4ને દબોચ્યા


સભામાં સંબોધન કરતા વિપુલ ચૌધરીએ જણાવ્યુ હતું કે, રાજ્ય સરકાર જેવા આપણને લાભ આપે છે એવા કેન્દ્ર સરકાર આપણા સમાજને લાભો આપે જેથી આપણા બાળકો આઈઆઈટી- આઇઆઇએમ અને ઇસરોમાં ભણી શકે. આગામી 2022ની ચૂંટણીમાં વિપુલ ભાઈ અને અર્બુદા સેનાના પ્રભાવ વાળી સરકાર હશે એમ જણાવ્યું હતું.


Gujarat Weather LIVE: ગુજરાત પર શું ફરી એકવાર વરસાદનું મોટું સંકટ ઉભું થશે? જાણો હવામાન વિભાગની આગાહી


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube