Amul Milk Price Hike : પ્રજા પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. અમૂલ દ્વારા દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ દ્વારા જાહેરાત કરવામાં આવી કે, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ના ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે. જોકે, આ ભાવવધારો ગુજરાત સિવાયના રાજ્યોમાં લાગુ પડશે. આ ભાવ વધારો ગુજરાતમાં લાગુ નહિ થાય. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અમૂલે દૂધના ભાવમાં તોતિંગ વધારો ઝીંકાયો છે. અમૂલે દૂધના ભાવમાં પ્રતિ લીટરે 3 રૂપિયાનો વધારો કર્યો છે. અમૂલ તાજાનો લીટરનો ભાવ વધીને 54 રૂપિયાએ પહોચ્યો છે. તો અમૂલ ગોલ્ડનો લીટરનો ભાવ વધીને 66 રૂપિયાએ પહોંચ્યો છે. આમ, અમૂલે અમૂલ પાઉચ મિલ્ક (તમામ વેરિઅન્ટ) ભાવમાં પ્રતિ લિટર રૂ. 3નો વધારો કર્યો છે.



નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર શુક્રવારે સવારે અમૂલે આપ્યા છે. અમૂલે દૂધના ભાવમાં વધારો કર્યો છે. ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડે શુક્રવારે માહિતી આપી કે, દરેક પ્રકારના પાઉચવાળા દૂધની કિંમતમાં 3 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. દૂધના નવા ભાવ 3 ફેબ્રુઆરીથી લાગુ થશે. કંપનીના નિવેદન અનુસાર


અમૂલ તાજા અડધો લીટર દૂધ 27 રૂપિયામાં મળશે. જ્યારે કે તેના 1 લિટર પેકેટની કિંમત 54 રૂપિયા થશે. 
અમૂલ ગોલ્ડ એટલે કે ફુલ ક્રીમ દૂધનું અડધો લીટર પેકેટ હવે 33 રૂપિયામાં મળશે, જ્યારે કે તેનું 1 લીટર માટે 66 રૂપિયા આપવા પડશે
અમૂલ ગાય એટલે કે અમૂલ કાઉ મિલ્કની અડધો લીટરની કિંમત 28 રૂપિયા કરાઈ છે, જ્યારે કે તેના 1 લિટર માટે 56 રૂપિયા ચૂકવવા પડશે. 
અમૂલ ए2 બફેલો મિલ્કની અડધા લિટર કિંમત 35 રૂપિયા થશે, તો તેની એક લીટરની કિંમત 70 રૂપિયા કરાઈ છે. 


ઉલ્લેખનીય છે કે, ગત 1 ડિસેમ્બરના રોજ દૂધ વિક્રેતા કંપની મધર ડેરીએ દિલ્હી-એનસીઆર વિસ્તારમાં વેચાતા દૂધના ભાવમાં 2 રૂપિયાનો વધારો કર્યો હતો. મધર ડેરીએ ગત વર્ષે પાંચ વાર દૂધના ભાવમાં વધારો ઝીંક્યો હતો. ત્યારે હવે નવા વર્ષમાં અમૂલે ભાવ વધારો કરીને ગ્રાહકોને ચોંકવ્યા છે.